Gir somnath: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોડિનાર તાલુકાના દેવળી ગામે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૦ દબાણકર્તાઓ દ્વારા કરાયેલા દબાણ દૂર કરી કુલ 3,18,73 ચો.મી. કિંમતની આશરે રૂ.૧૬ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા 4 જેસીબી તેમજ 2 ટ્રેક્ટર રાખીને ગૌચરની જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમજ તંત્ર દ્વારા હજુ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલું રાખવામાં આવી છે.
અતુલ કોટેચા