પ્રભાસ પાટણ ના અનાજ કારીયાની દુકાનમા રાંધણ ગેસના ગેસના બાટલાનો ગેરકાયદેસર વેચાણનો પદાઁફાશ…
હાલના સમયમાં ગેરકાયદેસર બાટલાનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના ગીર સોમનાથ જિલ્લા વેરાવળના પ્રભાસપાટણમાં બની છે. અને ગેરકાયદેસર રાંધણ ગેસના બટલાના વેચાણનો પર્દાફાશ થયો છે.
ગીર સોમનાથ જીલ્લા વેરાવળના પ્રભાસપાટણમા જૂના મ્યુઝીયમ પાસે આવેલા શકિત કરિયાણા ભંડાર નામની દુકાનમા વેચાણ કરતો પવન વધવાની નામના સંચાલકને ત્યા થી ઘરવપરાશના રાંધણગેસ તથા કોમર્સિયલ સિલીન્ડરનો દુકાનમા વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વેરાવળ મામલતદાર પ્રજાપતી અને પુરવઠા વિભાગની ટીમ દ્રારા દરોડો પાડી 11 સિલીન્ડર કબ્જે કયાઁ છે. તમામ સિલીન્ડર સીઝ કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરાઇ છે….
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com