ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કોસ્ટલ સિકયોરિટી અંગે સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ફિશરીઝ, પોલીસ, કોસ્ટગાર્ડ સહિત સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન થકી સુદ્રઢ રીતે કામગીરી કરવા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
કોસ્ટલ લાઈન ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કાંઠાની સુરક્ષા સંદર્ભમાં કલેક્ટરએ કોસ્ટલ સિક્યોરિટી, રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ સાથે બોટનું ચેકીંગ કરવા, ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, કોસ્ટગાર્ડ દ્વારાનો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતા પકડાયેલી બોટનું રિવ્યૂ, ડ્રેજિંગ સહિત સમસ્યાઓ વિશે વિસ્તૃતમાં સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શિત કર્યાં હતાં.
જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ માછીમારી બોટોની સુરક્ષા ચકાસણી, સુરક્ષા ચકાસણી દરમિયાન ધ્યાને આવેલી બાબતો, વિવિધ ટેક્નિકલ વિભાગ સાથે મળીને ચેકીંગ કરવા તથા બોટ રજિસ્ટ્રેશન, નાઈટ ફિશિંગ, લાઈન ફિશિંગ વગેરે મુદ્દાઓ પરત્વે વિસ્તૃત ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત કોસ્ટગાર્ડ, ફિશરીઝ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ સહિત સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ કૉટૅચા