Gir Somnath: હાલ જગ્યાએ જગ્યાએ ગણેશ ચતુર્થી નિમિત્તે ઉત્સવો ઉજવાય છે આ ધાર્મિક અવસરની સાથે સેવાનો અવસર પણ અહીંના અષ્ટવિનાયક મિત્ર મંડળ તેમજ નવયુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા જોડવામાં આવ્યો. તા અષ્ટવિનાયક મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થયું. જેમાં 36 યુનિટ બ્લડ ડોનેટ થયું.

WhatsApp Image 2024 09 11 at 08.28.48 40cb1332

તે જ રીતે નવયુવક મહારાષ્ટ્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ જેમાં 17 યુનિટ બ્લડ ડોનેટ થયુ. બન્ને દિવસે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથના ચેરમેન કિરીટ ઉનડકટની આગેવાની હેઠળ કમિટીના સભ્યો સમીર ચંદ્રાણી, ગીરીશ ઠક્કર, પરાગ ઉનડકટ, અનિષ રાચ્છ, મુકેશ ચગ, અતુલ કાનાબાર, વિમલ ગજ્જર, સંજય દાવડા, ગીરીશ વોરા, ભાવેશ મહેતા, વિરલ બજાણીયા, કેતન ટાંક તથા ચંદ્રેશ અઢિયા સેવામાં જોડાયા હતા. જ્યારે બ્લડ કલેકશન માટે રેડ ક્રોસ સેન્ટરની ટીમ ડૉ.ખેવનાબેન કારાવડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સભ્યો સર્વશ્રી ધવલ સિંધલ, રીના ગોહેલ, નિધી મોદી, યોગેશ સોલંકી, રસિક ગૌસ્વામી, રમેશ વાયલુ, સુરેશ બામણીયા, પંકજભાઇ મહેતા તથા મગનભાઇ જોડાયા હતા. રક્તદાન શિબિરની વ્યવસ્થામાં અષ્ટવિનાયક મિત્ર મંડળ તેમજ નવયુવક મહારાષ્ટ્ર મંડળના કાર્યકરો દ્વારા સુંદર સહકાર મળ્યો હતો. આ ઉપરથી પ્રેરણા લઈને દરેક ધાર્મિક અવસરની સાથે સેવાનો અવસર પણ જોડવા રેડ ક્રોસ – ગીર સોમનાથની ટીમ નમ્ર અપીલ કરે છે અને રક્તદાન શિબિરના આયોજન માટે રેડ ક્રોસ સેન્ટરનો 7600824365 ઉપર સંપર્ક કરી શકો છો.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.