- ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષા કુસકીયા દ્વારા સક્રિય મહિલા સભ્યોની નોંધણી કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સક્રિય મહિલાઓ ઉપસ્થિત રહી
- ભાજપ મહામંત્રી હાર્દિક ઝાલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા
Gir Somnath: વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષા કુસકીયા તથા મહામંત્રી સવિતા મહેતા દ્વારા સક્રિય મહિલા સભ્યો નોંધણી કાર્યક્રમ ગતરોજ જિલ્લા કાર્યાલય વેરાવળ ખાતે યોજવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં સક્રિય મહિલાઓ ઉપસ્થિત રહેલ હતી. તેમજ ગીરસોમનાથ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હાર્દિક ઝાલાએ હાજરી આપી અને સક્રિય મહિલા બહેનોને ખુબ ખુબ અભિનંદન આપ્યા અને તે સક્રિય બહેનોના ફોર્મ જિલ્લા કાર્યાલયને સુપ્રત કરેલ હતા. આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં આરતી વણીક, ભાનુ તોતીયા, મમતા મિશ્રા અને રસીલા વાઘેલા સહિતની મહિલાએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.
મળતી માહિતી મુજબ, વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષા કુસકીયા તથા મહામંત્રી સવિતા મહેતા દ્વારા સક્રિય મહિલા સભ્યો નોંધણી કાર્યક્રમ તા.04-12-2024ના રોજ જિલ્લા કાર્યાલય વેરાવળ ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં બહોળી સંખ્યામાં સક્રિય મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને સક્રિય સભ્ય તરીકેની નોંધણી કરાવેલ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સ્મૃતિ શાહ, ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નિશા ગોહેલ, મહામંત્રી હેમી જેઠવા, મંત્રી હર્શા પુજારી ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વેરાવળ પાટણ શહેર પ્રમુખ દેવા ધારેચા, સક્રિય સભ્યના ઇન્ચાર્જ પ્રોફેસર જીવા વાળા તેમજ ગીરસોમનાથ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હાર્દિક ઝાલાએ હાજરી આપી અને સક્રિય મહિલા બહેનોને ખુબ ખુબ અભિનંદન આપેલા અને તે સક્રિય બહેનોના ફોર્મ જિલ્લા કાર્યાલયને સુપ્રત કરેલ હતી. તેમજ આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં આરતી વણીક, ભાનુ તોતીયા, મમતા મિશ્રા, પાર્વતી મહેતો, રસીલા વાઘેલા, મંજુ આગીયા, નાથી છેલાણા, જિજ્ઞાસા રાવલ, સ્વાતિ સંઘવી, નિમિતા ચાવડા, લંડ ચંદ્રિકા નીમાવત, ભાવના વીસાવાડિયા, ચંદ્રિકા માવધિયા, વિજયા ડોડીયા વગેરે ખુબ જ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : અતુલ કોટેચા