દરરોજ 2200 જેટલા લોકોનો કોવીડ ટેસ્ટ: કલેકટર અજયપ્રકાશ
ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેકટર અજય પ્રકાશે ખાનગી 8 હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપી છે. જિલ્લામાં 209 પોઝીટીવ કેસ એકટીવ છે. જેમાંથી 170 દર્દી હોસ્પિટલમાં દાખલ થયેલ છે. 39 દર્દીઓ હોમ આઇસોલેશન થયેલ છે. ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે આદિત્ય બિરલા હોસ્પિટલ-25 બેડ, શ્રીજી હોસ્પિટલ-15 બેડ, લાઇફલાઇન હોસ્પિટલ-22 બેડ, નવજીવન હોસ્પિટલ-23 બેડ, આઇ.જી.મેમોરીયલ હોસ્પિટલ-28 બેડ, નટરાજ હોસ્પિલલ-15 બેડ અને કોડીનાર અંબુજા હોસ્પિટલ ખાતે 25 બેડ તેમજ ઉના મહેતા હોસ્પિટલ ખાતે 22 બેડ તેમજ સોમનાથ, ગીરગઢડા, ડોળાસા, સુત્રાપાડા ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
આગામી દીવસોમાં તાલાળા ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. હોસ્પિટલમાં ઓકસીજનનો જથ્થો બહારના જિલ્લામાંથી મેળવી જરૂરીયાત મુજબ પુરો પાડવામા આવે છે. જિલ્લામાં દરરોજ બે હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લામાં 1.14 લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકો રસીકરણમાં જોડાય તેવી કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.