- પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઇ
- પોલીસ અધિકારીઓ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં
- કોઇ પણ ધર્મની લાગણી ન દુભાઇ તે માટે અનુરોધ કરાયો
ગીર સોમનાથ ન્યૂઝ : જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના મુજબ આગામી મહોરમ તહેવાર સબબ અંતર્ગત જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે, તે અંગે વેરાવળ શહેરના સામજિક આગેવાનો તેમજ મહોરમ નિમિતે ઝુલુસ કાઢનાર આયોજકોને બોલાવી શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી.
વેરાવળ સીટી પોલીસ દ્વારા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વેરાવળ ખાતે શાંતિ સમિતિ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર તથા LCB પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા, તથા SOG પોલીસ ઇન્સપેકટર જે.એન. ગઢવી તથા વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તેમજ હિંદુ-મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો તથા તાજીયા કમિટીના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમજ આ મીટીંગમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવાર ઉજવવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
અતુલ કોટેચા