- રાજ્ય વ્યાપી ચોરી કરનાર એક ગેંગના 5 આરોપીઓ ઝડપાયા
- 4.34 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે
- પોલીસે વિવિધ ટીમો બનાવી નેત્રમ શાખાની મદદથી દીવ ખાતેથી આરોપીઓને દબોચ્યા
Gir Somnath : એક નોંધપાત્ર કાર્યવાહીમાં, ગીર સોમનાથ પોલીસે સમગ્ર ગુજરાતમાં કાર્યરત કુખ્યાત ચોરી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. અલગ અલગ રીતે નિશાન બનાવીને આ ટોળકી ચોરી કરતી હતી. તેમજ પોલીસે તેમના કબજામાંથી સોનાની બુટ્ટી, પેંડલ, ઇકો કાર અને મોબાઈલ સહિત સહિત લાખોની કિંમતનો ચોરીનો સામાન જપ્ત કર્યો હતો. આ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ પણ નોંધાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વેરાવળ સિટી પોલીસે નજર ચૂકવી ચોરી કરનાર રાજ્ય વ્યાપી ગેંગને પકડી પાડી હતી. આ દરમિયાન તા.19 ના રોજ વેરાવળના મફતિયા પરા વિસ્તારમાં એક મહિલાને ભાવનગર જવાના રસ્તાનું પૂછવાનું કહી સોનાની બુટી અજાણ્યા ઈસમો સેરવી જતાં ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમો બનાવી નેત્રમ શાખાની મદદથી દીવ ખાતેથી ગેંગના 5 સભ્યોને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત સોનાની બુટ્ટી, પેંડલ, ઇકો કાર અને મોબાઈલ સહિત 4.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ પૂછપરછ કરતા 3 ગુન્હાની કબૂલાત આ ગેંગ પાસેથી પોલીસને મળી છે. આ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ પણ નોંધાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અહેવાલ :અતુલ કોટેચા