જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ના નેતૃત્વમાં નાયબ પોલીસ અધિક્ષક એમ એમ પરમાર પીએસઆઇ કે પી વાઢેળ અને એ. એસ આઇ સુશ્રી એમ. પી. ઝાલ સદાય ખડેપગે પ્રજાની સલામતી માટે જાગતા રહે છે.
સોમનાથ વેરાવળ ના રોડ એન્ટ્રી પોઈન્ટ નમસ્તે સર્કલ થી છે ક સફારી સર્કલ સુધી તેમજ વેરાવળ પાટણ ટાવર ચોક સોમનાથ મંદિર સુધીના મુખ્ય માર્ગો ઉપર નાઇટ વીઝન હાઇ ડેફીનેશન નેત્રમ સીસીટીવી કેમેરાઓ ગોઠવાયેલા છે.
180 જેટલા કેમેરાઓમાં 170 ફીલ્ડમા સતત સ્થિર મુવીંગ અને બાજ નજર 38 જંકશન ઉપર રાખતા રહે છે.
જેના કેદ થયેલા ચિત્રો પોલીસ ભવન ઈણાજ ખાતે ની ક્ધટ્રોલ કચેરીમાંના વિશાળ સ્કીન ઉપર જુદા જુદા વિસ્તારોમાં ફેરમ ઉપર ટાઇમ નોંધ સાથે ઝીલાંત રહે છે
આ સીસીટીવી કેમેરા ને કારણે 11 માર્ચ 20 થી 12 ઓગસ્ટ 22 સુધી 43447 વાહન નિયમો ભંગ કરનારાઓને ઇ ચલણ ઈસ્યુ કરાયા છે.
અત્યારે સુધી 20100 ઈ ચલણ ભરાણા અને જેની રકમ રૂપિયા 4622500 થવા જાય છે પોલીસ ક્ધટ્રોલ ભવન ખાતે ટેકનીકલ વર્ક તેમજ પોલીસ મોનીટરીંગ માટે 8 ઈન્જીનીયર, 17 પોલીસ કેમેરા ઉપર નજર અને કાર્યવાહી કરવા તથા 2 ઈન્જીનીયર કેમેરા મેન્ટેનન્સ માટે 24 કલાક કાર્યરત રહે છે કેમેરાઓ ઓટોમેટિક નંબર રીડ કરી શકે તેવા સક્ષમ હોય છે જેનો બ્રેકઅપ 10 કેમેરાનો ત્રણ મહિના અને 170 કેમેરાનો એક મહિના સુધી સુરક્ષિત સાચવવામાં આવે છે.