ગીર-સોમનાથ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને માત આપવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા સાથે જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીને તાત્કાલીક સારવાર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લામાં 8 ખાનગી હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે. તાલુકા મથકે કોવીડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 34 ધન્વંતરી રથ દ્વારા દરરોજ 1600થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-29, સબ સેન્ટર-174, અર્બન હેલ્થ સેન્ટર-4 દ્વારા લોકોના આરોગ્યની તપાસણી, રસીકરણ, કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યુંવેદીક અધિકારીશ્રી ગોહીલે જણાવ્યા મુજબ જિલ્લનાં 8 આર્યુવેદિક દવાખાના, 6 હોમીયોપેથીક દવાખાના દ્વારા અત્યારસુધીમાં 4 લાખથી વધુ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 68 હજારથી વધુ લોકોને સંશમનીવટી નું વિતરણ કરવામાં આવ્યું છે અને હોમીયોપેથીક આર્સેનીક આલ્બંબ દવા 8 લાખથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવેલ છે. જિલ્લામાં 57 રસીકરણ કેન્દ્રો મારફતે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ. ભાયાની યાદીમાં જણાવાયું છે.
Trending
- થેંક્યું કે સોરી, શું કહેવું પસંદ કરો છો?
- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત કરોડો નાણા ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
- Ferrari એ ભારતમાં તેનું પેહલું સર્વિસ સેન્ટર કર્યું ઓપન…
- બહેનોને જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ…
- ગરમીમાં કેમ ફાટે છે AC ?
- CM પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શી કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ
- Volkswagen Tiguan R-Line નું બુકિંગ ભારતમાં ઓપન…