- બાદલપરા ગામે ખેડૂતોની મહત્વની મિટીંગ યોજાઈ
- એકતા મંચના નેજા હેઠળ ખેડૂતો થયા એકઠા
- ઉચ્ચકક્ષાએથી ખેડૂતો અને હોદેદારો રહ્યા ઉપસ્થિત
ગીર સોમનાથ: જીલ્લાના વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે સોમનાથ કોડીનાર છારા નવી ઔધોગિક રેલ્વે લાઇનના વિરોધમાં ખેડુતોની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ખેડુતો એ આ નવી ઔધોગિક રેલ્વે લાઇનનો જબરદસ્ત વિરોધ કર્યો અને બધા ખેડુતો એકજ નારો લગાવ્યો હતો, “જાન દેગે જમીન નહીં દેંગે” આ નવી ઔધોગિક રેલ્વે લાઇનના વિરોધમાં ખેડુતો અને ખેડુત આગેવાનો હજુ પણ ખેડુતોનું આંદોલન બાબતે મીટીંગ રાખેલ હતી. જેમા સાગર રબારી સહીતના ઉચ્ચકક્ષાએથી ખેડૂતો અને હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જરુર જણાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારશે.
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે સોમનાથ કોડીનાર છારા નવી ઔધોગિક રેલ્વે લાઇન ના વિરોધ માં ખેડુતો ની મીટીંગ આજરોજ મળેલ. આ મીટીંગ માં ખેડુતો એ આ નવી ઔધોગિક રેલ્વે લાઇન નો જબરદસ્ત વિરોધ કર્યો અને બધા ખેડુતો એકજ નારો જાન દેગે જમીન નહીં દેંગે.આ રેલ્વે લાઇન નું તા.20/01/2019 માં જાહેરનામુ બહાર પાડયું હતું અને બધા ખેડુતો એ 4000 વાંધા અરજીઓ આપેલ, રેલ્વે મંત્રી, રેલ્વેના જી.એમ. અને જિલ્લા કલેકટર સાથે મીટીંગો અને આવેદનપત્ર આપેલા છે અને ખેડુતો માત્ર ને માત્ર ને આશ્વાશન આપેલ છે ..ખેડુતો ની એકજ માગ છેકે વેરાવળ થી વાયા તાલાળા પ્રાચી થી કોડીનાર ને બ્રોડગેજમાં રૂપાંતર કરે.આમા સાસણગીર ના પર્યટન ઉદ્યોગ ને પણ ફાયદો થશે.જેથી આ નવી રેલ્વે લાઇન કેન્સલ કરે અન્યથા આ ઉગ્ર આંદોલન કરીશું.આ નવી ઔધોગિક રેલ્વે લાઇન ના વિરોધ માં ખેડુતો અને ખેડુત આગેવાનો હજુ પણ સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે મહાબળેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં ખેડુતો નું આંદોલન બાબતે મીટીંગ રાખેલ છે. જેમા સાગર રબારી સહીતના ઉચ્ચકક્ષાએ થી ખેડૂતો અને હોદેદારો પણ ઉપસ્થિત રહેનાર છે અને જરુર જણાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે .
વાત કરવામા આવે તો ખેડૂતોના મતે રેલ્વે ના અધીકારીઓ અને સરકાર માત્ર ને માત્ર આ વિસ્તારમા આવેલ મસમોટી ખાનગી કંપનીઓ માટે જ કામ કરી કરી છે આ નવી રેલ્વેલાઇન મા કોઇપણ પેસેન્જર જવાના નથી આ માત્ર ઔધોગિક હેતુ માટે જ લાઇન નખાય છે આમા હજજારોની સંખ્યામા ખેડૂતો ખાતા વગરના થવાના છે હવે સરકાર ખેડૂતોની લાગણી અને માગણી તરફ કેટલી ધ્યાન કેન્દ્રિત કરે છે તે હવે જોવુ રહ્યુ …