વિજેતા ટીમને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત
વેરાવળ ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત યોજાયેલ રાજ્યકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા (અં.૧૭ બહેનો)માં ગીર-સોમનાથ જિલ્લાની ટીમ પ્રથમ સને વિજેતા ઇ હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પી.આઇ. રાઠોડ, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષી, સિમાર સર્વોદય સોસાયટીનાં એ.પી.બારડ, પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ દિપક નિમાવત સહિત ઉપસ્થીત મહાનુભાવોનાં હસ્તે વિજેતા ટીમને મેડલ તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગીર-સોમના જિલ્લાની ટીમનાં ૯ ખેલાડીઓએ પ્રમ સન મેળવી રાજ્યકક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. જેમાં દીશાબેન ચૈાહાણ, હેમાક્ષી ડોડીયા, મંજુબેન ચુડાસમા, પાયલ ચુડાસમા, દેવાંશીબેન વંશ, દિપીકાબેન મકવાણા, પલવીબેન દાહીમાં, દીક્ષીતાબેન જાદવ, અને શીતલબેન પરમારે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ૩૯ જિલ્લાની બહેનોએ ભાગ લીધો હતો. જેમાં દ્રીતીય ક્રમે કચ્છ અને તૃતીય સને અમરેલીની ટીમ વિજેતા તથા તેઓને પણ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ સ્પર્ધા તા. ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, સ્પોર્ટસ ઓથોરીટી અને જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આયોજીત આ સ્પર્ધામા પ્રથમ નંબરે વિજેતા ટીમના તમામ સ્પર્ધકોને રૂા.૫ હજાર, દ્રીતીય નંબરે વિજેતા સ્પર્ધકોને રૂા. ૩ હજાર અને તૃતીય નંબરે વિજેતા સ્પર્ધકોને રૂા.૨ હજાર રોકડ પુરષ્કાર આપવામાં આવશે.