ગીર સોમના જિલ્લા વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ ડામવા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા ઈસમોની પ્રવૃતિ નાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે આ બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને ગીર સોમના એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. બી.બી.કોળીના માર્ગદર્શન અનુસાર દારૂની થતી હેરફેર રોકવા સંગ્રામસિંહ ગોહીલ, લલીતભાઈ ચુડાસમા, લાલજીભાઈ બાંભણિયા, લખમણભાઈ મેતા, રામદેવસિંહ ઈન્દુભા, મેરામણભાઈ શામળા, મેસુરભાઈ વરૂ, કનકસિંહ કાગડાનાઓ વેરાવળ સિટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ કોન્સ. લલીતભાઈ ચુડાસમાને બાતમી મળેલ કે, ધામળેજ ગામની શુશીલાબેન ધીરૂભાઈ બારૈયા પ્લાસ્ટીકના બાચકામાં પરપ્રાંતના ઈંગ્લીશ દારૂ લઈ કોળીવાળા નજીક પાણીના નાકા પાસે ઉભેલ છે.
તેવી હકીકત આધારે ત્યાં જતા પાણીના ટાંકા પાસે એક બેન હામાં પ્લાસ્ટીકના બાચકા સો ઉભેલા જોવામાં આવતા તેની પાસે રહેલ બાચકું ચેક કરતા તેમાથી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી નંગ-૪૪ જેની કિ.રૂ.૬૨૦૦/-ની મળી આવતા વેરાવળ સિટી પો.સ્ટે.ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com