સ્વસ્થ ભારત માટે પેસ્ટી સાઇડ વિનાની પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ
ગીર સાનિઘ્ય જામકા વિસ્તારમાં અનાજ, શાકભાજી, ફળફળાદીની પ્રાકૃતિક ખેતી ફૂલીફાલી
પ્રાકૃતિક ખેતી જે ભારતીય સંસ્કૃતિનો અભિન ભાગ છે. આદી કાળથી ભારતમાં પ્રાકૃતિક ખેતીનું ખેડાણ કરવામાં આવે છે. તે ખેતીમાંથી જે શાકભાજી કે ફળફળાદીનું ઉત્પાદન કરવામાં આવે છે તેને પ્રાકૃતિક ફળો તેમજ શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. આજ પ્રાકૃતિક ફળો અને શાકભાજીને હાલના સમયમાં ઓરગેનીક નામ આપવામાં આવી રહ્યું છે. તેમજ લોકોમાં પણ ઓરગેનીક ચીજવસ્તુઓનુ સેવન કરવાની ધેલઇચ્છા હોય છે. માનવીય શરીર માટે પોષણયુકત અને વિવિધ વિટામીન દ્રવ્યોથી ભરપુર હોય છે. પ્રાકૃતિક ખેતી મુખ્યત્વે ગૌવંશ આધારીત ખેતી છે. ગૌ વંશના ખેડાણ થકી આ ખેતી કરવામાં આવે છે. તેમજ ગૌ વંશના વિવિધ ખનીજ દ્રવ્યોનું પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે. જે મનુષ્યના આશરથી લઇ શારીરિક તમામ પોષક ઘટકોને પુરા પાડે છે. આજ રીતે જુનાગઢ જામકા ગામે ખાતે પરસોતમભાઇ સીધપરા દ્વારા તેમના ગીર ગોપી ફાર્મ પર ગૌવંશ આધારીત ખેતી કરી પ્રાકૃતિક ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમજ આ ઓરગેનીક ફળો અને શાકભાજીને ત્યાંથી નિકાસ કરી રાજકોટ ખાતે વાધેશ્ર્વરી આઇસ્ક્રીમ પર વેચાણ કરવામાં આવે છે.
ઓર્ગેનિક ફળફળાદીનો ભંડાર વાધેશ્ર્વરી આઇસ્ક્રીમ: સિઘ્ધાર્થભાઇ સોની
વાધેશ્ર્વરી આઇસ્ક્રીમના માલિક સિઘ્ધાર્થભાઇ સોનીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગીર ગોપી ફાર્મ જામકા ગામ ખાતેથી જે પ્રાકૃતિક ફળોનું ઉત્પાદન કરવામાં આવે છે તે અહીં રાજકોટ ખાતે અમારી દુકાન પર વહેચવામાં આવેછે. ઓરગેનીક ફળફળાદી નો ભંડાર અમારી દુકાન પર સીઝન દર સીઝન શહેરીજનોને અહિ જોવા મળે છે.
તેમજ શહેરની સ્વાદ શોખીન જનતાને તેમના દરેક મનપસંદ ફળો સંપૂર્ણ ઓરગેનીકયુકત માત્ર અમારી દુકાન ખાતે ઉપલબ્ધ થઇ શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે ગીર ગોપી ફાર્મ સાથે જોડાયેલા છે અને રાજકોટની સ્વાદ પ્રેમી જનતાને તેના મનપસંદ ફળો ઓરગેનીક તેમજ પોષણયુકતની સુવિધા પુરી પાડી રહ્યા છે.
ગૌવંશ દ્વારા ખેતી કૃષિ સંસ્કૃતિ માટે પ્રાકૃતિક અને લાભદાયક પરસોતમભાઇ સિઘ્ધપરા (ગીર ગોપી ફાર્મ-જામકા-જૂનાગઢ)
જુનાગઢના જામકા ગામ સ્થીત ગીર ગોપી ફાર્મના માલીક પરષોતમભાઇ સિઘ્ધપરાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ગાય આધારીત કૃષિની જો વાત કરૂ તો જે આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ચાલતી આવે છે. આ પરંપરામાં ગાય, બળદના છાણ, મૂત્રના આધારીત ખેતી કરવામાં આવતી હોય છે. ભારતીય ગૌ વંશનું છાણ અને મૂત્ર એવું છે જેનાથી એક છોળમાંથી એક બી વાવો તેની જે સાઇકલ પૂરી થાય તેની માટે જે ૮ તત્વોની જરુરીયાત છે તે ગાય બાર કલાકની અંદર ચારો ખાય એર્નજી વાપરે તેમ પ્રદુષણ ફેલાવે તેમ અને એગ્રીકલ્ચર ઇમ્પુટ બનાવી દે તે દુનિયાના કોઇ સાયન્સ પાસે ફોરમુલા નથી. એ આપણી ગાય પાસે છે માટે કૃષ્ણ અને બલરામ બન્ને ભાઇ ગાય આધારીત ખેતીને ખુબ મહત્વ આપતા વર્તમાન યુગમાં સમય એવો આવતા ફર્ટીલાઇઝર રાસાયણિક ખાતરો કેમીકલોનો ભયંકર બિયારણ ખેતીની અંદર નાખવામાં આવી રહ્યું છે. તે આખી ભારતીય સંસ્કૃતિ માટે હાનીકારક અને દેશના લોકોના આરોગ્યમાં વિવિધ પ્રકારના રોગનું ઘર થાય છે. આવા રોગોને ન થવા દેવા માટે ગાયના દુધનો ખૂબ મોટું મહત્વ છે. ભારતીય ગૌવંશના દૂધમાં વિવિધ ખનીજ દ્રવ્યો અને પોષ્ટીક તત્વો છે. હાલ અમારી પાસે ૧૦૦ જેટલી ગીર ગાયો છે. મારી તમામ જમીનમાં ખેતીની વાત કરું તો આજ રીતે કરું છુ. અને ખુબ સફળતા પ્રાપ્ત થઇ છે જેના ઉત્પાદનો રાજયના તમામ શહેરો અને ભારતના દરેક રાજયમાં અને છ દેશોમાં જાય છે. ખેડુતોને અનાજની ખેતી કરતા બાગાયતી ખેતીમાં ખુબ લાભ થાય છે. ગાયના છાણ મૂત્ર આધારીત બાગાયતિ ખેતી જે થાય એ તેના સ્વાદથી વધુ ગુણવતા વાળી હોય છે. લોકોમાં પણ ઘણી જાગૃતિ આવી છે આપણા દેશની અંદર ભારતીય ગૌ વંશને બચાવીએ તો જ ભારતીય માનવ સંસ્કૃતિ અને પ્રકૃતિને બચાવી
શકાય છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ધરામૃત, જીવામૃત અમુક પ્રકારના જીવો માટે આકડો, લીમડો, સિતાફળી નાખી તેમજ ગૌ મૂત્રનું મીશ્રણ કરી તેના છંટકાવ પણ કરી ગાયના દુધમાંથી આપણી પરંપરાગત મિઠાઇ પણ બનાવામાં આવે છે. આ સાથે બાયોગેસ પ્લાન્ટનો પણ ઉપયોગ અમારી ખેતીમાં કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પાણીનો પ્રશ્ર્ન
ખૂબ ઉદભવ્યો છે. આવનારી પેઢી માટે પણ આ સમસ્યાનો સામનો કરવો મુશ્કેલ થઇ શકે છે. તો સમગ્ર માનવ સંસ્કૃતિએ જળનો શકય તેટલો બચાવ કરો અને આવનારા સમયને ઘ્યાનમાં રાખીની જાગૃતિનો ખુબ મોટો પ્રમાણમાં ફેલાવો કરવો જરૂરી.