હોદેદારે ઉચાપત કર્યાની ખેડૂતોનો આક્ષેપ ?!
સેવા સહકારી મંડળી ખિલાવડ નું કોભાંડ ના વાદળો આજુ બાજુના ગામોમાં ટૂંક સમયમાં જોવા મળે તેવી શક્યતા
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે સેવા સહકારી મંડળી માં ખેડૂતો નાં નામે મંત્રી તેમજ મંડળી નાં પ્રમુખ અને હોદેદારો એ કરોડો રૂપિયા નું કોભાંડ કર્યા હોવાના આક્ષેપો ખિલાવડ નાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે
ખિલાવડ માં અંદાજિત 59 ખેડૂતો ને નોટિસ આવી હોય તેમાં થી મોટા ભાગના ખેડૂતો ને ખોટી નોટિસ ફટકારી અને ખેડૂતો નાં નામે મંડળી નાં મંત્રી અને હોદેદારો એ કરોડો નું કોભાંડ કરી અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે
સમગ્ર વિગત ખેડૂતો દ્વારા ગીર ગઢડા ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ગીર ગઢડા માં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરતા બેંક મેનેજર દ્વારા ગીર ગઢડા પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી
ગીર ગઢડા પોલીસે તપાસ હાથ ધરી છેખેડુતોને ન્યાય નહી મળે તોે ખેડૂતો દ્વારા ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી
ગીર ગઢડા પોલીસ સ્ટેશન નાં પી એસ.આઈ એ ટેલીફોનીક વાત કરતા આ બાબતે તપાસ ચાલુ છે તેવું જણાવવામાં આવ્યું હતું