- ધોકડવા ગામે BAPS સ્વામિનારાયણ દ્વારા ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી
- ધોકડવા તથા આસપાસના વિસ્તારના બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તોએ લાભ લીધો
- સૌ લોકો આરતીમાં જોડાયા ત્યારબાદ સૌ લોકોએ શાકોત્સવના પ્રસાદનો લીધો લાભ
ગીર ગઢડાના ધોકડવા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન, સંતો જેમાં મહુવાથી પધારેલ પૂજ્ય ગુણાતીત સ્વામી, પૂજ્ય ધૈર્યમુર્તિ સ્વામી, સંત નિર્દેશક એવા પૂજ્ય અખંડ મંગલ સ્વામી , બાળ પ્રવૃત્તિ નિર્દેશક એવા પૂજ્ય વિરાગકુશલ સ્વામીની ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્ય અને દિવ્યતાથી શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોકડવા તથા આસપાસના વિસ્તારના બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તોએ કથા વાર્તા તથા શાકોત્સવનો લાભ લીધો હતો. તેમજ પુજય ગુણાતીત સ્વામીએ પોતાની રસાળશૈલીમાં પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત અંતમાં ઉપસ્થિત સૌ લોકોએ આરતીમાં જોડાયા ત્યારબાદ સૌએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો હતો.
આજરોજ ધોકડવા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંતો જેમાં મહુવા થી પધારેલ પૂજ્ય ગુણાતીત સ્વામી . પૂજ્ય ધૈર્યમુર્તિ સ્વામી અમારા વિસ્તારના સંત નિર્દેશક એવા પૂજ્ય અખંડ મંગલ સ્વામી . બાળ પ્રવૃત્તિ નિર્દેશક એવા પૂજ્ય વિરાગકુશલ સ્વામીની ઉપસ્થિતિમાં આજે ખૂબ જ ભવ્ય અને દિવ્યતાથી શાકોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ધોકડવા તથા આસપાસના વિસ્તારના બહોળા પ્રમાણમાં ભાવિક ભક્તોએ કથા વાર્તા તથા શાકઉત્સવનો લાભ સમગ્ર વિસ્તાર ના ભક્તો એ લીધો
પુ. ગુણાતીત સ્વામીએ પોતાના પ્રવચનમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા લોકોનું જીવન ધોરણ સુધરે એ વિષયક પોતાની રસાળશૈલીમાં પ્રવચન આપ્યું.
ત્યાર બાદ પૂ. અખંડ મંગલ સ્વામી કે જેઓ થોડા સમય પહેલા જ આફ્રિકા ખંડ ના વિવિધ દેશો તથા અબુધાબી ખાતે સંત વિચરણ કરીને આવ્યા તેમણે તેમના સુંદર અનુભવો તથા ત્યાં કેવી રીતે BAPS સ્વામી નારાયણ સંસ્થા તથા બધા ભારતીય સનાતની ભાઈઓ એક થઈને વિવિધ ઉત્સવોની તથા આપણી સંસ્કૃતિના વિવિધ તહેવારોની ઉજવણી કરે છે અને કેવી રીતે દેશ વિદેશમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો અને સંતો લોકોને જીવન સાચો મર્મ સમજાવે છે એ વિષયક ખુબ સુંદર અને સરળ શબ્દોમાં પ્રવચન આપ્યું. અંતમાં ઉપસ્થિત સૌ લોકોએ આરતીમાં જોડાયા ત્યારબાદ સૌએ શાકોત્સવ ના પ્રસાદનો લાભ લીધો હતો.
અહેવાલ: મનુ કવાડ