ગીર ગઢડા-મનુ કવાડ: ગીર ગઢડા તાલુકાના જશાધાર, ધ્રોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અનેzહિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલ માં આવેલું છે. ઘણા સમયથી વન વિભાગ દ્વારા આ મંદિરે જવાનો રસ્તો ગેઇટથી બંધ કરવામાં આવ્યો છે. વનવિભાગનું કહેવું છે કે સ્થાનિકોના આવવાથી અહિયાંના જંગલી પ્રાણીઓને નુકસાન થાય છે. આ બાબતે આસપાસના ગામ ધ્રોકડવા, નગડિયા, જસાધાર તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકા ના અનેક ગામના લોકો અને સરપંચો દ્વારા આ મંદિરના દર્શને અને માનતા માટે આવતા લોકોને તકલીફના પડે તે હેતુથી વન વિભાગને ગેઇટ કાયમી ધોરણે ખોલવા રજુવાત કરવામાં આવી છે.
સોનબાઇ માંના છોરું દ્વ્રારા પણ મુખ્ય મંત્રી, વન મંત્રી, અને વહીવટી તંત્રને રજુઆત કરાઈ છે. પરંતુ આવા 200થી પણ વધુ વર્ષ જુના પૌરાણિક મંદિરના દર્શન અને માનતાઓ માટે શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે. તો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન માં સોનબાઇ ના મંદિર સુધી જવા માટેની તમામ વનવિભાગની અડચણો દૂર કરવા આ બાબતે હાલ આ વિસ્તારના આગેવાનો,સાગરભાઈ ડાભીયા મનુભાઈ આહીર તેમજ સાગર ભાઈ ડાભીયા.અનિરુદ્ધ ભાઈ વરૂ અરજણભાઈ પટેલ જયદિપ ભાઈ વાળા.મનોજ ભાઈ શર્મા.શૈલેષ ભાઈ વાળા અને વગેરે આ બાબતે આગળ આવી ને જહેમત ઉઠાવી લોક માંગણીનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે.
જો યોગ્ય ઉકેલ નહિ આવે તો આવનારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું આ આગેવાનો જણાવી રહ્યા છે. તો આ હિંદુઓની આસ્થા સમા સરાકડીયા સોનલબાઇ માતાજીના મંદિર ના દર્શન માટે આવતા વન તંત્ર ના અવરોધો દૂર કરવા લોક માંગણી ઉઠી રહી છે. ફોરેસ્ટ ઓફિસર પંડીયા ને ભાવીકો દ્વારા સરાકડીયા નેસ નો જે સોનબાઇ માતાનુ મંદિર આવેલું છે તે રસ્તો દસ દિવસમા ખુલ્લો મુકવામાં નહીં આવેતો ગાંધી ચીંધીય માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી.