મનુ કવાડ, ગીર ગઢડા: ‘તાઉતે’ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકશાની થઈ છે. તેમાં ખાસ કરીને આંબાના બગીચા વારા ખેડૂતોને વધુ ફટકો પડ્યો છે. આંબાનો બગીચો કરતા ઘણા બધા વર્ષો લાગે અને વર્ષમાં એક જ વાર તેનો પાક આવે. તે પાક દ્વારા ખેડૂતો પોતાનું રોજગાર ચાલવતા હોય. ‘તાઉતે’ના કારણે ગીર ગઢડા વિસ્તારમાં આવેલા ઓમ ડી.બી. ફાર્મમાં ભારે નુકશાન થયું છે.
ગીર ગઢડા તાલુકાના નગડીયા ગામમા આવેલ ઓમ ડી.બી.ગાર્ડનની અબતકના રીપોર્ટર દ્વારા મુલાકાત લેતા માહતી મળી કે, ઓમ ડી.બી. ફાર્મના માલિક વાજા દેવચંદભાઈના પુત્ર હિરેન વાજાએ પોતાની વેદનાં કેમેરા સામે ઠાલવતા કહ્યું કે, ‘તાઉતે’ને કારણે તેમનો 40 વીઘાનો બગીચો જળમૂળમાંથી ઉપડી ગયો છે. જેના કારણે આર્થિક રીતે ભારે નુકશાની વેઢવી પડી છે.’
હિરેન વાજા આગળ માહિતી આપતા કહે છે કે, ’40 વિધામા આંબાના 1350 ઝાડ ધરાશાઈ થય જતા નેવુ લાખથી એક કરોડ નુકસાન થયું છે. ફાર્મમા રોજ 40 થી 50 મંજુરી પોતાની રોજીરોટી કમાયને પોતાના ધરનુ ગુજરાન ચલાવતા હતા. ત્યારે આ વાવાઝોડાએ ફાર્મ નેસ્તનાબૂદ કરી દેતા તમામ પ્રકારની આવક બંધ થઈ ગઈ છે.’ ત્યારે ફાર્મ માલિક દ્વારા સરકારને મદદ કરવા અપીલ કરી છે.
વિડિયોમાં તમે જોઈ શકો છો કે 40 વીઘાનો આખો બગીચો નાસ થઈ ગયો છે. જેને ઉછેરતા એક પેઢી લાગી હોય તે હાલ ધરાશાયી થઈ ગયો. આવા કપરા સમયમાં ખેડૂતોએ મદદ માટે સરકાર પાસે અરજી કરી છે કે, સરકાર તેનું દર્દ સમજે અને તેમને યોગ્ય વળતર આપે.