Gir Gadda : દિવસેને દિવસે રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ગીર ગઢડામા 2 બાળાઓ સાથે છેડતીની ઘટના બની છે. તેમજ ગીર ગઢડાના એક ગામમાં બે બાળાઓ શાળાથી પરત ફરીને મંદિર નજીક રમી રહી હતી. તે દરમિયાન 35 વર્ષીય નરાધમે એકલતાનો લાભ ઉઠાવ્યો હતો.

મળતી માહિતી  મુજબ, દિવસેને દિવસે રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ 2 બાળાઓ સાથે છેડતીની ઘટના બની છે. ગીર ગઢડાના એક ગામમાં 2 બાળાઓ શાળાથી પરત ફરીને મંદિર નજીક રમી રહી હતી. તે દરમિયાન 35 વર્ષીય નરાધમે એકલતાનો લાભ ઉઠાવ્યો.

2 બાળા સાથે નરાધમે કર્યા અડપલા

ત્યારબાદ બન્ને બાળાઓને બોલાવીને બિભત્સ વીડિયો બતાવ્યો અને શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં આરોપીએ છરી બતાવીને કોઈને ઘટના અંગે જાણ ન કરવાની ધમકી પણ આપી હતી, પરંતુ થોડા દિવસ બાદ બાળકીએ આપવીતી પરિવારને જાણ કરતા તેણીના માતા-પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે આરોપી કાળુ જેઠવાની ધરપકડ કરીને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.