તા. ૧-૧૦-૨૦ વૈશ્ર્વિક સ્તરે જળવાયુ પરિવર્તનના કારણે ઉભી થતી સમસ્યાઓ ગંભીર પણે લોકોના જીવનધોરણને અસર કરી રહી છે. જે જળ આપૂર્તિ, કૃષિ, ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ આજીવિકા માટે મોટો પ્રકાર છે. બદલાતુ હવામાન ધરાવતો કચ્છ રાજયનો સૌથી સંવેદનશીલ અને સૌથો મોટો જીલ્લો છે. જે ગુજરાત સરકારની ગીર ફાઉન્ડેશન નામે ઓળખાતી સંસ્થા કચ્છના માટે એક વરદાનરૂપ સાબિત થઇ છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં ભારત સરકારની એનએએફસીસી યોજના એટલે નેશનલ અડેપ્ટેશન ફંડ ઓન કલાયમેટ ચેન્જ હેઠળ બધા જ રાજયોમાંથી પ્રોજેકટ આમંત્રીત કરવામાં આવ્યા, જયારે ગુજરાત રાજય માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કચ્છના સ્થાનીક લોકોના જળવાયુ પરિવર્તન સામે અનુકુલન સાધવા માટે પ્રોજેકટ બનાવવામાં આવેલ, જેને ભારત સરકાર દ્વારા મંજુરી મળી, આ પ્રોજેકટનું લક્ષ્ય છે. કચ્છ જીલ્લાના કુદરતી સંશાધનો ઉ૫ર આશ્રિત ત્રણ પ્રકારના સંવેદનશીલ સમુદાયો જેવા કે, ખેડુતો, માલધારીઓ અને પગડીયા માછીમારો માટે જળવાયું પરિવર્તન સાથે અનુકુલનના અસરકારક પગલા હાથ ધરવા અને તાલીમ દ્વારા આફતો કે હોનારતો સામે અનુકુલન ક્ષમતામાં વધારો કરવો, છેલ્લા ૩ વર્ષથી આ પ્રોજેકટનું અમલીકરણ ખડીર, બન્ની અને અબડાસા ખાતે કરવામાં આવી રહ્યું છે.
આ પ્રોજેકટ હેઠળ ખડીર બેટના ખેડુતો માટે અત્યાર સુધી ૩૦ હોલીયા (ભુંગરૂ) નું નિમાણ કરવામાં આવ્યું છે જે ૧પ૦ ખેડુત કુટુંબોને પાક સિંચાઇમાં ઉપયોગી થશે. ૮૦૦ ખેડુતોને ખરીફ અને રવિ પાક ધાસચારા બિયારણ કીટ આપવામાં આવેલ છે. અને દૂધ મંડળીઓના સભ્યોને પણ ડેરી યુટીલીટી કીટ આપવામાં આવી છે. બાયોચાર, જે એક જાતનું સજીવ ખાતર છે. એના પણ ૧૨૫ એકમોનું વિતરણ અને તાલીમ આપવામાં આવી છે. સોલર પંપ દ્વારા સિંચાઇ ની સાથે સાથે ટપક પઘ્ધતિ (ડ્રીપ ઇરીગેશન) દ્વારા મહત્તમ વિસ્તારને સિંચાઇ હેઠળ આવરી ભૂગર્ભ જળનો કરકસર યુકત વપરાશ કરવામાં આવશે. જેનું કામ હાલમાં ચાલુ છે લાભાર્થીઓની પસંદગી કરવાની પ્રક્રિયા અને પઘ્ધતિ ગામની મુલાકાતો અને સહભાગી ગ્રામીણ ચકાસણી પઘ્ધતિ દ્વારા નકકી કરવામાં આવી છે. જેમાં આથીંક રીતે પછાત વર્ગ અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું . ખડીર વિસ્તારના લક્ષયાંકોનું અમલીકરણ અવધૂત ફાઉન્ડેશનના સહયોગથી થઇ રહ્યું છે.
એ જ શૃંખલામાં આજરોજ ગીર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આ પ્રોજેકટ હેઠળની ખડીર વિસ્તારના વિવિધ ગામોના ૧૧૪ જેટલા મહિલા લાભાર્થીઓ માટે સૌર ઉર્જાથી સંચાલીત ફાનસ આપવામાં આવ્યું છે. જેના ઉપયોગથી મહિલાઓ વીજળીના અભાવમાં ઘરકામ, ભરતકામ, તેમના બાળકોનો અભ્યાસ, રાત્રે ખેતરની રખેવાળી અને બીજા ઘણા બધા આજીવિકાના અને ઘરગથ્થુ કામો સરળતાથી કરી શકશે. અને સ્થાનીક લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે કોરોના બચાવ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ખડીરના ર ગામોના મહિલા સરપંચ રતનપરના સરપંચ છાગા વેજીભાઇ દશરથભાઇ ગનેશપર ના સરપંચ વરચંદ કુવરબેન ભીમાભાઇ, આરોગ્ય ખાતાના આશાવર્કર બહેન વરચંદ ગીતાબેન ભીમાભાઇ, અને રતનપર વિઘાલયના કોરડીનેટર જીગીશાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા. જે મહિલા સશકિતકરણનું એક અદભુત ઉદાહરણ હતું. ડો. શ્ર્વેતા રાજપુરોહિત, મેનેજર એનએએફસીસી, ગીર ફાઉન્ડેશનએ આ કાર્યક્રમનુઁ માર્ગદર્શન કર્યુ હતું. અને અવધૂત ફાઉન્ડેશનના હર્ષદભાઇ ઠાકોરએ આ કાર્યક્રમનું સંકલન અને સંચાલન કર્યુ હતું. ગીર ફાઉન્ડેશનના એનએએફસી પ્રોજેકટના ડો મેધલ શાહ, એચ.આર. મેંદપરા અને દર્પક જોષી પણ હાજર હતા. તેમને પ્રોજેકટ વિશે અને સોલર ફાનસ અને કોવિડ રક્ષણ કીટ વિશે માહીતી આપી અને પ્રોગ્રામનું સંચાલન કર્યુ. ડો. શ્ર્વેતા રાજપુરોહિતએ કહ્યું કે મહિલાઓમાં પ્રતિનિધિત્વ અને નેતૃત્વ કરવાની સઘન સમજણ છે. અને ખાસ કરીને બદલાવ કરવા અને પ્રતિકુલ બદલાવ સામે ટકવાનો અનુભવ પણ છે. આ કાર્યક્રમ દ્વારા ખડીરના મહિલાઓ ખુબ રસ લઇને આગળ આવ્યા છે. ગીર ફાઉન્ડેશનના ડિરેકટર આર.ડી. કામ્બોજ અને ડે. ડિરેકટર આઇ.કે. બારડ એ આ કાર્યક્રમમાં સામેલ બઘ્ધાજ જન પ્રતિનિધિયો, સહભાગીઓ અને પ્રોજેકટના લાભાર્થીઓને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.