રાજકોટના વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સિંહોને અન્ય સ્થળે ખસેડવા સામે પી.આઇ.એલ. દાખલ કરી તી
ગીરના સિંહોને મઘ્યપ્રદેશ લઇ જવા સામે રાજકોટના વાઇલ્ડ લાઇફ ક્ધઝવેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરેલી પી.આઇ.એલ. ની સુનાવણી આવતીકાલથી શરુ થનાર છે.
ગત તા.૧૫-૪-૨૦૧૩ ના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી ગુજરાતના ગીર જંગલમાંથી સિંહોને કુનો જંગલ મઘ્યપ્રદેશ ખાતે ખસેડવાનો આદેશ કરેલો હતો. જે આદેશ નેશનલ વાઇલ્ડ લાઇફ એકશન પ્લાનની ના સુચનોને અનુસરીને કરવામાં આવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયાએ કરેલ જનહીત યાચીકા અન્વયે આદેશ કરી સિંહની પ્રજાતિ દુલર્ભ થવાના આરે છે. ગીરમાં રહેલા ધાર્મિક સ્થળોએ નાનો પડે છે. જેથી સિંહ અને માણસ વચ્ચે અથડામણ વધી રહી છે. તેમજ કોઇ વાયરલ રોગચાળો કે દાવાનળ ફાટી નીકળે તો બધા સિંહો એક સાથે હોમાઇ જવાનો ખતરો ઉભો થઇ શકે તેમ છે. જયારે કુનો જંગલમાં ભુતકાળમાં સિંહ વસતા હોવાથી તે વિસ્તાર સિંહો મો અનુકુળ રહેશે તેમજ પાણીનું પ્રમાણ, ખોરાક, તાપમાન અને પર્યાવરણની બાબતે કુનોમાં મહદઅંશે ગીર જેવી પરિસ્થિતિ છે જેથી સિંહો તે વાતાવરણમાં પોતાનો કરી શકશે અને તેઓને બીજુ ઘર મળી રહેશે તેવા કારણો આપીને નેશનલ વાઇલ્ડ લાઇફ એકશન પ્લાનના સુચનોના આધારે ગીરમાંથી સિંહોને મઘ્યપ્રદેશના કુનો જંગલ ખાતે ખસેડવાનો આદેશ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે સિંહોને ગુજરાત બહાર ખસેડવાનો આદેશ કરતા ગુજરાતમાં સાવજ પ્રેમીઓમાં આઘાતી લાગણી ફેલાઇ છે અને હુકમની ફેર વિચારણા થવી જોઇએ તેવા મત સાથે અલગ અલગ પ્રકારના આંદોલનો થયેલા અને સુપ્રિમ કોર્ટના હુકમને કાયદેસર કાર્યવાહીથી પડકારવાની માંગ તેજ બની હતી. જે લાગણીને વાંચા આપી રાજકોટના વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટી સર્વોચ્ચ અદાલતમાં વિવિધ કાનુની મુદાઓ પર પી.આઇ.એલ. દાખલ કરી હતી.
વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટી કરેલી પી.આઇ.એલ. માં મુખ્વત્વે એવી રજુઆત કરવામાં આવેલ કે નેશનલ વાઇલ્ડ લાઇફ એકશન પ્લાન (એનડબલ્યુએપી) ના સુચનો કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે.
જે નિર્દેશ સ્વરુપના છે તેને કોઇ કાયદાકીય બળ મળી રહેતું નથી. અને તે સુચનોમાં જે કોઇ સુચન કોઇપણ સ્ટેચ્યુટ એટલે કે કાયદાની વિરુઘ્ધમાં હોય તેટલા પુરતા તેમને અદાલતમાં અમલી કરાવી શકાય નહી તેમજ અદાલતે જે કમીટીના સભ્યોના રીપોર્ટના આધારે સિંહોને મઘ્યપ્રદેશમાં સ્થળાંતર કરવા હુકમ કરેલો છે. તે પૈકી કોઇને પણ ગ્રાઉન્ડ લેવલ એકસપીરીયન્સ નથી.
કોઇપણ જંગલી પ્રાણીને જંગલમાંથી ખસેડવા કે સ્થળાંતરીત કરતા પહેલા ચી. વાઇલ્ફ લાઇડ વોર્ડનની ચોકકસ મંજુરીની જ‚રીયાત છે.
વાઇલ્ડ લાઇફ વોર્ડને સિંહોને કુનો જંગલ ખાતે સ્થળાંતરીત કરવા વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ મુજબ જરુરી કોઇ જ મંજુરી આપી નથી.
જેથી સર્વોચ્ચ અદાલતે ચુકાદા દ્વારા રચેલ એકસપર્ટ કમિટી પણ કાયદાથી વિસંગત અને વિરુઘ્ધની છે.
રાજકોટના ટ્રસ્ટ દ્વારા કરાયેલ જનહીત યાચીકા સર્વોચ્ચ અદાલતમાં ૩ જજોની ખંડપીઠ સમક્ષ સુનાવણી અર્થે નીકળતા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એ.કે.પટનાઇટ, એસ.એસ. નોટીસ કાઢવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અસંખ્ય કાનૂની ચડાવ ઉતારના અંતે પી.આઇ.એલ. સર્વોચ્ચ અદાલતમાં વિશેષ સુનાવણીર્થે નીકળતા કેન્દ્ર સરકાર, ગુજરાત, રાજસ્થાન તથા મઘ્યપ્રદેશ સરકાર તથા નેશનલ ટાઇગર ઓથોરીટીનું રુખ અપનાવે છે તે તરફ તમામ લોકોની નજર ગુજરાતનાં સિંહોને ગુજરાતમાં જ રાખવા માટે સુપ્રિમ કોર્ટમાં ચાલનાર કાનુની જંગ તરફ મંડાયેલી છે.
વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન વતી સીનીયર એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી કેવલ પટેલ, પ્રદિણ વઘાસીયા સર્વોચ્ચ અદાલતમાં કાનુન કાર્યવાહી કરી રહ્યા છે.