અશ્વ હરિફાઇને નીહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા
ઉપલેટામાં માધવ યુવા ગ્રુપ અને નગરપાલિકાના સહયોગથી ગૌશાળા તથા પાંજરાપોળના લાભાર્થે શ્રેષ્ઠ ગીર ગાય પ્રદર્શન ગીર ખુંટ પ્રદર્શન ગીર ખુંટ પ્રદર્શન, શ્રેષ્ઠ કાઠીયાવાડી ઘોડી પ્રદર્શન, કાઠીયાવાડી ઘોડા પ્રદર્શન, અશ્વ ડાન્સ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં શ્રેષ્ઠ ગીર ગાય તરીકે પ્રથમ ક્રમે બાબુભાઇ ઓડેદરાની હિરલ તથા દેવાભાઇ કનારાની ગોપી બીજા ક્રમે નરેશભાઇ પાનેરાની તુલસી ત્રીજા ક્રમે કલ્પેશભાઇ પટેલની મીરા વિજેતા થઇ હતી. ગીર ખુંટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રામભાઇ સાજણભાઇ સિસોદીયાનો નંદ વિજેતા થયેલ હતો. બીજા ક્રમે રામભાઇ સાજપભાઇ સિસોદીયાનો અર્જુન તથા માધવ ગૌશાળા મધરવાડાનો મેલો ગોરો વિજેતા થયા હતા. ત્રીજા ક્રમે નંદકિશોર ગૌશાળા મોળદરનો ક્રિષ્ના વિજેતા થયા હતા.
શ્રેષ્ઠ કાઠીયાવાડી ઘોડી પ્રથમ કમે દિવ્યરાજસિંહ સુખદેવસિંહ ચુડાસમા તેજલ ઘોડી વિજેતા થયેલ બીજા ક્રમે જગુભાઇ નાથાભાઇ નંદાણીયા રેશમ ઘોડી ક્રમે જગુભાઇ નાથાભાઇ નંદાણીયા રેશમ ઘોડી વિજેતા થયેલ ત્રીજા ક્રમે સિઘ્ધરાજસિંહ કિરીટસિંહ ગોહીલની ગોપી ઘોડી વિજેતા થયેલ શ્રેષ્ઠ કાઠીયાવાડી ઘોડો સ્પર્ધામાં પ્રથમ ક્રમે ચંદ્રેશ ઘોડો અને બીજા ક્રમે સાવજ ઘોડો બન્ને ઘોડા દિવ્યરાજસિંહ સુખદેવસિંહ ચુડાસમાના વિજેતા થયા હતા. ત્રીજા ક્રમે રાજુભાઇ રાડા ચિન્ટુ ઘોડો વિજેતા થયેલ શ્રેષ્ઠ મારવાડી ઘોડી સ્પર્ધામાં પ્રથમ ક્રમે બંસી ઘોડી નિરવભાઇ મેધપરાની વિજેતા થયેલ બીજા ક્રમે ચાંદની પ્રદીણભાઇ ભાખર તથા રામકુભાઇ નારણભાઇ ડેરની ઘોડી વિજેતા થયેલ ત્રીજા ક્રમે પલ એભાભાઇ અરશીભાઇ ખુંટીની ઘોડી વિજેતા થયેલ.
શ્રેષ્ઠ મારવાડી ઘોડો સ્પર્ધા પ્રથમ ક્રમે હાર્દીકભાઇ ડોડીયાનો અર્જુન ઘોડો વિજેતા થયેલ બીજા ક્રમે કાળુભાઇ ગુલાબભાઇ પારેડી નો સુલ્તાન વિજેતા થયેલ ત્રીજા ક્રમે અનિરુઘ્ધભાઇ અમરુભાઇ ડાંગરનો વિરાટ વિજેતા થયેલ. રેવાલ ચાલ સ્પર્ધા સરમણભાઇ ગીગાભાઇ ઓડેદરા ક્રિષ્ના વિજેતા થયેલ પ્રથમ ક્રમે બીજા ક્રમે અરજણભાઇ બાબુભાઇ દાસા તેજલ વિજેતા થયેલ ત્રીજા ક્રમે કરણભાઇ રામભાઇ ઓડેદરા માકડી વિજેતા થયેલ.
અશ્વ કૌશલ્ય સ્પર્ધા પ્રથમ ક્રમે રામકુભાઇ નારણભાઇ ડેર શનિ વિજેતા થયેલ બીજા ક્રમે અરજણભાઇ શામળાભાઇ વદર ચેતક વિજેતા થયેલ. ત્રીજા ક્રમે કાળુભાઇ મેર તુફાન વિજેતા થયેલ. ગરો લેવો સ્પર્ધામાં પ્રથમ ક્રમે અરજણભાઇ શામળાભાઇ વદર તુફાન વિજેતા થયેલ બીજા ક્રમે રમકુભાઇ નારણભાઇ ડેર ગુલાબો વિજેતા થયેલ ત્રીજા ક્રમે જયંતિભાઇ દેસાઇ રાનીવિજેતા થયેલ. પાટીદોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બળદેવભાઇ પીપળે જ શેરની વિજેતા થયેલ બીજા ક્રમે જેહાજી મેવાજી ઠાકોર તોરલ વિજેતા થયેલ ત્રીજા ક્રમે ભરતભાઇ સરમણભાઇ રાતડીયા નાગરાજ વિજેતા થયા થયા આ સ્પર્ધામાં વિજેતાને રોકડ ઇનામ આપાયા હતા.આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે વિજયસિંહ જાદવ કોડીનાર મયુરસિંહ જાડેજા ગોંડલ કિશોરસિંહ જાડેજા રાજકોટ રાજદીપભાઇ બસીયા મોરવાડા ગંભીરસિંહ ગાંધીનગર વિગેરે નિર્ણાયકોએ સેવા આપેલ હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઇ સુવાગીયા બી.કે. આહીર, શામજીભાઇ ખુંટ, પરષોતમભાઇ સિઘ્ધપુરા, એભલઆપા આહીર,ભરતભાઇ દેથડીયા, નીતીનભાઇ આહીર, રાણીબેન ચંદ્રવાડીયા, ધવલભાઇ માકડીયા, દાનાભઇા ચંદ્રવાડીયા, તથા નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપલેટા નગરપાલિકા માધવ યુવા ગ્રુપ ના પાર્થ દાનાભાઇ ચંદ્રવાડીયા તથા ગ્રુપના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવેલ હતી.