ચાલુ વર્ષમાં 608 મેટ્રિક ટન કેરીની નિકાસ થાય તેવી આશા
ઉનાળો આવતાની સાથે જ લોકો કેરી આરોગવાનું શરૂ કરી દેતા હોય છે. ગીર પંથકની વિશ્વ વિખ્યાત કેસર કેરી વિદેશના સીમાળા ઓળંગતી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને વિદેશમાં કેસર કેરીની માંગ વધી રહી છે.કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તાલાલા ગીરની કેસર કેરી હાલ દુબઈ,કેનેડા,મસ્કત જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે. એટલું જ નહીં ગીર અને કચ્છની કેરી વિદેશમાં જે રીતે ધૂમ મચાવી રહી છે તેને લઈ નિકાસમાં 45 ટકાનો વધારો થવાની પણ શક્યતા છે.
હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએમાં પણ આ કેરીની નિકાસ થશે. ખાસ કરીને તાલાળાથી નિકાસ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધારા ધોરણનું પાલન કરવાની સાથે એક્સપોર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે.અમદાવાદ ખાતેથી દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબરી માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ગલ્ફ ના દેશોમાં પ્રતિદિન 10 થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરી ની નીકાસ થઈ રહી છે.
આગામી દિવસોમાં વધી રહેલી કેરીની માંગ ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. વર્તમાન વર્ષ કેસર કરી નું ઉત્પાદન પણ મબલખ થયું છે અને કેસર કેરી ના બોક્સના ભાવ પણ હાલ ઉંચા મળી રહ્યા છે તો હવે આ કેરીનું વિદેશમાં એક્સપોર્ટ ને લય ખેડૂતો મા બેવડી ખુશી જોવા મળી રહી છે. ગુજરાતે વિકાસમાં 445 મેટ્રિક ટન કેરી અમેરિકા અને મેડલિસ્ટમાં વર્ષ 2022-23 માં મોકલી હતી ત્યારે હવે વધુ માંગ અમેરિકા તરફ જોવા મળી રહી છે અને તેના ભાગરૂપે જ ગુજરાતે 65 મેટ્રિક ટન કેરી એકમાત્ર અમેરિકા જ મોકલી છે. અત્યાર સુધી ગુજરાત દ્વારા 114 મેટ્રિક ટન કેરીનો નિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ જે રીતે માંગ જોવામાં આવી રહી છે તેને જોતા ચાલુ વર્ષમાં 608 મેટ્રિક ટન કેરીનો નિકાસ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.