વિવિધ વિરોધ પ્રદર્શનોના પગલે અનેક મતદારો મતદાનથી દુર રહ્યા

ઈટાલીમાં થયેલી ચૂંટણીમાં યુરોસેપ્ટિક પોપ્યુલિસ્ટ પાર્ટીને બહુમતી મળી છે. જ્યોર્જિયા મેલોનીના પક્ષને સૌથી વધુ 26 ટકા મતો મળ્યા હતા. દુનિયાભરના નેતાઓએ મેલોનીને શુભકામના પાઠવી હતી. યુરોપના જમણેરી નેતાઓએ આ વિજયને વધાવ્યો હતો. યુરોપના રાજકારણમાં યુરોસેપ્ટિક પોપ્યુલિસ્ટ પાર્ટીનો દબદબો વધ્યો છે.

જ્યોર્જિયા મેલોનીએ ચૂંટણીમાં ઈશ્વર, દેશ અને પરિવારનો નારો આપ્યો હતો. તેને વ્યાપક જનસમર્થન મળ્યું હતું. યુરોસેપ્ટિક પોપ્યુલિસ્ટ પાર્ટીને ઈટાલીની ચૂંટણીમાં સૌથી વધુ 44 ટકા મતો મળ્યા હતા. એમાં જ્યોર્જિયા મેલોનીના પક્ષ ધ બ્રધર્સ ઓફ ઈટાલીને 26 ટકા કરતાં વધુ મતો મળ્યા હતા. જ્યોર્જિયા મેલોની ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બનતા વિકાસના દ્વાર ખુલશે.  મતદારોની નિષ્ક્રિયતા વિવિધ વિરોધ પ્રદર્શનો વગેરેના કારણે મોટો વર્ગ મતદાનથી દૂર રહ્યો હતો.

કુલ 64 ટકા મતદાન થયું હતું. સૌથી નજીકની હરીફ કેન્દ્રીય ડાબેરી ડેમોક્રેટિક પાર્ટી અને સાથી પક્ષોને માત્ર 26 ટકા મતો મળ્યા હતા.45 વર્ષના જ્યોર્જિયા મેલોનીને 2018માં માત્ર 4.5 ટકા મતો મળ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમણે ઈતિહાસ સર્જી દીધો હતો. યુરોપિયન સંઘમાં જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓની બોલબાલા વધી છે. યુરોપના તમામ જમણેરી નેતાઓએ જ્યોર્જિયા મેલોનીના વિજયને વધાવ્યો હતો. ફ્રાન્સના નેતા મરીન પેને જ્યોર્જિયાને અભિનંદન પાઠવ્યા હતા. હંગેરીના વડાપ્રધાને પણ ટ્વીટ કરીને શુભકામના પાઠવી હતી. જર્મની પછી ઈટાલીમાં પણ જમણેરી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા પક્ષોને ભારે સફળતા મળી હતી. આ પૂર્વે ઈટલીના પ્રથમ વડાપ્રધાન જે પક્ષથી નાતો રાખે છે તે પક્ષ માં પહેલા બેનીટો મુસલોનીએ ઇટલીમાં પોતાનું શાસન જમાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.