ચાઇના હેન્ડસેટ મેકર જીયોનિએ તેના નવો સ્માર્ટફોન એમ7 પાવરની ભારતમાં 15 નવેમ્બરે લોન્ચિંગ માટે મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાની શરૂઆત કરી દીધી છે. Gionee M7 પાવર માટે કંપનીએ છેલ્લા અઠવાડિયે જ ટીઝર રજૂ કરી હતી. Gionee M7 પાવર ચિનમાં પ્રીમિયમ Gionee M7 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખુબી તેની 5000 એમએએચની બેટરી છે.
કંપનીએ આ સ્માર્ટફોન ચાઇના માં CNY 1,999 (લગભગ 20,000 રૂપિયા) માં લોન્ચ કર્યો હતો. શક્યતા છે કે ભારતમાં પણ ભાવ આટલા આજુબાજુ હશે. અહેવાલ મુજબ Gionee M7 પાવર ભારત માં બ્લુ, બ્લેક અને ગોલ્ડ કલરમાં લોન્ચ થશે.
Gionee M7 પાવરમાં 6-ઇંચ 18:9 ફુલ વ્યુ (720×1440 પિક્સેલ) ડિસ્પ્લે છે. 4 જીબી રેમ સાથે 1.4GHz ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર આપવામાં આવ્યું છે. અને ઇન્ટરનલ મેમરી 64GB ની છે, જે કાર્ડની મદદથી 256GB સુધી વિસ્તૃત કરી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1.1 નોગેટ પર ચાલે છે.
કેમેરાની સેક્શનની વાત કરી તો તેની રીઅરમાં એલઇડી ફ્લેશ અને એફ / 2.0 સાથે 13 મેગાપિક્સલનો કેમેરા છે, જ્યારે તેની ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેના સિવાય તેના બેકમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપેલ છે.Gionee_M7_PowerGionee_M7_Power