ઝડપથી વધતા ટેલિકૉમ ઓપરેટર રિલાયન્સ જીઑએ નોકિયા હેન્ડસેટ ખરીદનારાઓને મુફત ડેટા ઓફર માટે એચએમડી ગ્લોબલ સાથે ભાગીદારી કરી છે. આ ઓફર હેઠળ નોકિયા 8 અને નોકિયા 5 ખરીદનારા ગ્રાહકોને 100GB અને 50 જીબી ડેટા એકસ્ટ્રા આપવામાં આવશે. આની પહેલાં સેમસંગ, ઝિયોમી, આસુસ, વિવો અને ઓપો જેવી બ્રાન્ડ્સ સાથે પણ ભાગીદારી કરી છે.
આ ઓફરને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. પહેળ ગ્રૂપમાં હાલમાં ફક્ત નોકિયા 8 ને સામેલ કરવામાં આવ્યો છે અને નજીકના ભવિષ્યમાં આવનારા સ્માર્ટફોન્સનો સમાવેશ કરવામાં આવશે. બીજી ગ્રૂપમાં નોકિયા 5 અને મિડલ રેંજ સ્માર્ટફોન્સને રાખવામાં આવશે. જોકે નોકિયા 6 અને નોકિયા 3 નું આમાં કોઈ સ્થાન નથી.
ઓફર હેઠળ પ્રથમ ગ્રુપ ડિવાઇસમાં 309 રૂપિયા અથવા વધુ રિચાર્જ કરવા પર દર મહિને 10 જીબી ડેટા આપવામાં આવશે. તેમજ આ પ્રકારના રિચાર્જ પર બીજા ગ્રૂપ ડિવાઇસમા દર મહિને 5 જીબી વધારાનો ડેટા આપવામાં આવશે. ગ્રાહકોને આ ઓફરનો લાભ સતત 10 મહિના સુધી મળશે, જેની વેલિડીટી 31 ઓગસ્ટ 2018 સુધી રહેશે.
રિચાર્જ કર્યા પછી 48 કલાકની અંદર એકસ્ટ્રા ડેટાને જીઓ એકાઉન્ટમાં 48 કલાકની અંદર ક્રેડિટ કરવામાં આવશે. જે પણ જીઓ સિમ કાર્ડનો ઉપયોગ નોકિયા 8 અથવા નોકિયા 5 માં રિચાર્જ કરવા માટે કરવામાં આવશે તે 14 ઓક્ટોબર 2017 અને 1 નવેમ્બર 2017 પછી એક્ટીવેટ કરવામાં આવશે. ક્રેડિટ કરેલ ડેટા માયજિઓ એપમાં જોઈ શકાશે. સાથે જ જૂના રીચાર્જ થયેલ ડેટા પણ નવાં હેન્ડસેટમાં ઉપલબ્ધ કરી દેવામાં આવશે.
ભારતીય બજારમાં નોકીયા 8 ની કિમત 36,999 રૂપિયા છે. અને નોકિયા 5 ની 2 જીબી રેમ અને 3 જીબી રેમ વાળા મોડેલની કિંમત 12,899 રૃપિયા અને 13,499 રૃપિયા છે.