સીયારામ સ્વીટ્સનો ઉમદા અભિગમ

1 થી 5 વર્ષની દીકરીઓ હશે લાભાર્થી: વાલીઓએ દીકરીનો બર્થ સર્ટિફિકેટ બતાવવાનું રહેશે: દીકરીઓને પ્રોત્સાહિત કરવા અભિયાન કર્યું શરૂ

વાંકાનેરના વતની ભાયલાલભાઈ પેંડાવાળાના નામથી સુપ્રસિદ્ધ બુદ્ધદેવ પરિવાર છેલ્લા  50 વર્ષથી પણ વધુ સમયથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. વાંકાનેરમાં ભાયલાલભાઈ બુદ્ધદેવે ડેરી ઉદ્યોગનો પાયો નાખ્યો છે.

વાંકાનેરમાં શ્રીરામ પેંડા થી ડેરી ઉદ્યોગ અને મીઠાઈની પેઢી ચલાવી રહ્યા છે.છેલ્લા બે વર્ષથી રાજકોટમાં નુતન નગર હોલ પાસે કોટેચાનગર મેઇન રોડ ખાતે સિયારામ સ્વીટ્સનું નવું સોપાન શરૂ કર્યું છે.બટુકભાઈ બુદ્ધદેવ,મુન્નાભાઈ બુદ્ધદેવ અને તેમનો પરિવાર વાંકાનેર તથા રાજકોટમાં બંને સ્વીટ્સની પેઢી ચલાવી રહ્યા છે.એક દિવસ બુદ્ધદેવ પરિવારને પોતાના વ્યવસાય સાથે સમાજને કંઈક પ્રેરણા રૂપ થવા તેમજ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટેનો વિચાર આવ્યો હતો.ખૂબ ચર્ચા બાદ બુદ્ધદેવ પરિવારે પ્રધાનમંત્રીની બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી પ્રોત્સાહિત થઈ. રાજકોટ ખાતે આવેલી સિયારામ સ્વીટ્સ પેઢી પર 1 થી 5 વર્ષની દીકરીઓને તેમના જન્મદિવસ પર  500ગ્રામ મિક્સ મીઠાઈનૂન બોક્સ અને એક રમકડાની ભેટ આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

રાજકોટ જિલ્લાની છેવાડાનાની દીકરી પણ આ અભિયાનનો લાભ લઈ શકે છે. રાજકોટ શહેર તથા આસપાસના ગામડા માંથી વાલીઓએ તેમના દીકરીના જન્મ દિવસ પર સિયારામ સ્વીટ્સ ખાતે દીકરીનો જન્મ દાખલો (બર્થ સર્ટિફિકેટ)લઈ આવવાનો રહેશે. બર્થ સર્ટી ક્રિકેટ ની કરાઈ કરી દીકરીના જન્મદિવસ પર વધુ મીઠાશ પૂરી પાડવા સિયારામ સ્વીટ કટિબંધ છે. તારીખ 7/6/2023 થી તારીખ 7/6/2024 એટલે એક વર્ષ સુધી આ અભિયાનમને કાર્યરત રાખવામાં આવશે. તદુપરાંત સિયારામ બટુકભાઈ બુધદેવ એ જણાવ્યું હતું કે આ અભિયાનને લોકોનો સારો પ્રતિસાદ મળશે.તેમજ આવનારા દિવસોમાં હજુ અનેકવિધ આવા જ દીકરીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યો હાથ ધરવામાં આવશે.

ભાયલાલભાઈના સિદ્ધાંતોને વરી અનેકવિધ અભિયાનની પહેલ કરીશું:બટુકભાઈ બુદ્ધદેવ

સિયારામ સ્વીટ ના બટુકભાઈ બુદ્ધદેવ એ જણાવ્યું કે, દીકરીઓને પ્રોત્સાહિત કરવા હેતુ અભિયાનને શરૂ કર્યું છે. અમારા પિતાજી ભાયલાલભાઈના સિદ્ધાંતોને વરી આવનારા સમયમાં આવા અનેકવિધ અભિયાનો હાથ ધરશું. અમારા માટે દીકરીનું ઘણું મહત્વ છે જેના ઘરે દીકરી નો જન્મ થાય છે એ ખૂબ ભાગ્યશાળી છે.દીકરીઓ પ્રોત્સાહિત કરવા આવનારા દિવસોમાં હજુ ઘણા અભિયાન શરૂ કરવાના છે.

હાલ રાજકોટ જિલ્લાની દીકરીઓને તેમના જન્મદિવસે મીઠાઈના બોક્સ સાથે એક રમકડાની પણ ભેટ આપશું. આ રમકડું દીકરીને ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડશે. રાજકોટ શહેર તથા આસપાસના ગામડાના વાલીઓ અમારા અભિયાનના લાભાર્થી બને એવી અમારી રાજકોટ શહેર તથા જિલ્લાના વાલીઓને નમ્ર અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.