માણાવદરના એક વૃદ્ધ દંપતિને ઢોંગી ભુવાનો ભેટો થઈ જતા વૃદ્ધ દંપતિએ રૂ. 15 હજાર રોકડા અને 3 તોલાનો સોનાનો ચેન ગુમાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે માણાવદર પોલીસમાં ફરિયાદ થતાં ઢોંગી ભુવાને ઝડપી ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
માણાવદરના વેળવા ગામે રહેતા જેન્તીભાઇ ઉર્ફ કારાભાઇ લખમણભાઇ માણસુરીયા (ઉ.વ.65) તથા તેમના પત્ની પોતાની વાડીએ હતા તે દરમ્યાન મોટર સાયકલ લઈને બે અજાણ્યા શખસો વાડીએ આવી ચડ્યા હતા અને પોતે વાછરાડાડાના ભુવા છે. અને તપ, યોગ કરી ધણી સીધ્ધીઓ હાસીલ કરેલ છે. જે સીધ્ધીઓથી તે ગમે તેને જે વસ્તુ ધારે તે આપી શકે છે, વૃદ્ધને વિશ્વાસમા લીધા હતા, અને બાદમાં આ ઢોંગી ભૂવો તથા તેના સાથેનો શખ્સ વૃદ્ધ દંપતી સાથે વૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા, અને ઘરે જઇ વિધીના બહાને વૃદ્ધ પાસેથી સોનાનો ચેઇન આશરે ત્રણ તોલાનો કિ. રૂ. 1,00,000 તથા રોકડા રૂ. 15,000 લઇ, વૃદ્ધ દંપતીને વિધીમા બેસાડી, આંખો બંધ કરાવી હતી, ત્યારે વૃદ્ધ દંપતીમાં આંખો બંધ કરી, વિધિમાં મગ્ન હતા અને ઢોંગી બુવો તથા તેની સાથેનો શખ્સ સોનાનો ચેઇન તથા રોકડા રૂ. 15,000 લઇ નાસી ગયા હતા.