બીએસઇ, એનએસઇ અને સીડીએસએલ દ્વારા સંયુક્ત રીતે બુલિયન એકચેન્જ ઊભું કરવામાં આવશે
ગાંધીનગરનું ગિફ્ટ સિટી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં વિશ્વ સમુદાય માટે પણ ગાંધીનગર ખૂબ મહત્વનો ભાગ ભજવશે. ત્યારે આવનારા બસ 2022માં બુલિયનને એને ગિફ્ટ સિટીની ભેટ મળશે તો નવાઈ નહીં. ગિફ્ટ સિટી ખાતે બુલિયન એક્સચેન્જ શરૂ થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. બુલિયન એકચેન્જ શરૂ થતા.
ભારતમાં સોનાની આયાત માટેનો આ એક્સચેન્જને મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ એક્સચેન્જ શરૂ થતાં ગિફ્ટ સીટી ખાતે જ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના સોનાનો ભાવ નક્કી કરશે હશે.
સોનાના ભાવ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં નિર્ધારીત થતા હોય છે ત્યારે ભારતમાં એક પણ એવી પદ્ધતિ નથી જ્યાં ભાવ નક્કી થતા હોય. રામે દરેક શહેરો ના સોનાના ભાવમાં અલગ અલગ જોવા મળતો હોય છે. સોનાના ભાવમાં સમાનતા ગોલ્ડ એક્સચેન્જ બનવાથી આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે. તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે. સોનાની કિંમત અને ગુણવત્તામાં એક્સચેન્જ શરૂ થયા પછી પારદર્શિતા આવશે.
ભારતના પહેલા ગોલ્ડ એક્સ્ચેન્જની આગેવાની બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ બીએસઇ કરશે. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ , નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ , સિડીએસએલ અને એનએસડીએલ તેમ સ્ટેક હોલ્ડર્સ હશે. બુલિયન એકચેન્જ શક્ય બનતા જ 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે આ એક્સચેન્જ પછી તેની શરૂઆત થશે. જેને સેબી રેગ્યુલેટ કરશે.