વૈશ્વિક કક્ષાનું નાણાકીય કેન્દ્ર ગિફ્ટ સિટીમાં દેશનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ કેન્દ્રમાં રોજના રૂા.1 લાખ કરોડથી વધારે રકમના આંતરરાષ્ટ્રીય સોદાઓનું ટ્રેડીંગ થાય છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની બેન્કો, ઇસ્યોરન્સ કંપનીઓ, ફાયનાન્સ કંપનીઓ જેવી 220 થી વધારે કંપનીઓ કાર્યરત થઇ છે. જેના માધ્યમથી અંદાજીત 12000 યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળેલ છે. ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક (બ્રીકસ)ના પ્રથમ ક્ષેત્રિયના કાર્યાલયની સ્થાપના પણ ગિફ્ટ સિટીમાં કરવામાં આવેલ છે. ભારતના પ્રથમ બલિયન સ્પોટ. એક્સચેન્જ ગિફ્ટ સિટી ખાતે કાર્યરત કરી સોના અને ચાંદીના સંગ્રહ માટે બલિયન સંગ્રહ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગિફ્ટ સિટી આઇ.એફ.એસ.સી. માં કાર્યરત સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષ માટે – આવક વેરામાંથી મક્તિ આપવામાં આવેલ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ગિફટ સિટીમાં મોટા પ્રમાણમાં વિદેશી મૂડી રોકાણ કરાશે અને મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થશે. ગ્લોબલ ઓફશોર ફંડસને આકર્ષવા માટે નિયમોને હળવા કરવામાં આવ્યા છે જેનાથી ગિફટ આઈ.એફ.એસ.સી. ખાતે આંતરરાષ્ટ્રીય ફંડોની સ્થાપનાની શરૂઆત થયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા શેર બ્રોકર્સને ગિફ્ટ સિટીમાં થતાં નાણાકીય વ્યવહારો પર સ્ટેમ્પ ડયૂટિમાંથી આવેલ હોવાથી બ્રોકર્સના રજીસ્ટ્રેશનની સંખ્યામાં નવા રોજગાર સાથે અવિરત વધારો થઈ રહેલ છે.
એરક્રાફટ લીઝીંગનો ખૂબ મોટો વ્યવસાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ વ્યવસાયને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા ગિફટ સિટીમાંથી કાર્યરત થતાં એરક્રાફટ લીઝીંગ બિઝનેસને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જેના કારણે આ ક્ષેત્રમાં પણ મોટાપાયે વિદેશી મૂડી રોકાણ અને રોજગારીની તકો ઉભી થશે. ગુજરાત સરકારના સંપૂર્ણ માલિકીની ગિફટ સિટી કંપનીમાં મૂડી રોકાણ માટે રૂા.100 કરોડની જોગવાઈ.