”વાઈબ્રન્ટ” પહેંલા ‘વાઈબ્રન્ટ’ બનતી રૂપાણી સરકાર
૧૨ લાખ લોકો માટે નવી રોજગારીની તક ઉભી કરવા રૂપાણી સરકાર સજ્જ અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગો માટે ભેટ આપવામાં આવી છે. જેમાં ઘણા સમયથી પેન્ડીંગ પડેલી અરજીઓને ત્વરીત નિકાલ કરવા માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. સાથો સાથ ઉદ્યોગો માટે ઈન્સેન્ટીવ તથા ઘણી ખણી ટેકસ મુક્તિ આપવા માટેની પણ જાહેરાત કરી છે. આ તમામ વસ્તુઓ અને ઉદ્યોગ શરૂ કરવામાટે જરૂરીયાત પ્રોસીઝરોના સરળ નિરાકરણ માટે કરવામાં આવી છે જેના માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટીફીકેટ ખૂબજ મહત્વનું હોય છે.
એન્વાયર મેન્ટલ ક્લિયરન્સ સર્ટીફીકેટ જો ઉદ્યોગકારોને મળી જતુંહોય તો ગુજરાતમાં એ પ્રતિભા રહેલી છે જેનો ઉદ્યોગ ખૂબજ સારી રીતે ઉદ્યોગકારો કરી શકેછે. ત્યારે ગુજરાતને ખરા અર્થમાં રૂપાણી સરકાર વાયબ્રન્ટ બનાવવા અગ્રેસર થઈ રહી છે. સાથોસાથ રૂપાણી સરકારે ખૂબજ મહત્વપૂર્ણ ઘોષણા ડાઈ મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીઝ માટે કરી છે. જેમાં તેઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું સર્ટીફીકેટ લેવું પડતું હોય છે.ત્યારે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ડાઈ મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીઝને જીપીસીબીનું ક્લિયરન્સ સર્ટીફીકેટ લેવા માટે ૩ થી ૬ મહિનાનો સમય લાગતો હોય છે. ત્યારે તે હવે તમામ ટેકનીકલ બાબતોને ધ્યાને લઈ માત્ર ૧૫ દિવસમાં જ જીપીસીબીનુંસર્ટીફીકેટ મળી જશે જેથી ૭૦૦ જેટલા ડાઈ મેન્યુફેકચરોને આ નિર્ણયથી સીધો ફાયદો અથવાતો લાભ થશે જે વધુ ૩૦૦૦ કરોડનું રોકાણ લાવવા સક્ષમ થશે.
ઔદ્યોગીક ક્ષેત્રે બહાર આવતા ઔદ્યોગીક કચરાઓના નિકાલ માટે પણ ગુજરાત સરકાર નવા ઈન્ફાસ્ટ્રકચર ડેવલોપ કરશે. જેનું ઘોષણા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પહેલાકરી દેવામાં આવશે. કારણ કે હાલ આ તમામ કચરાઓ નદીમાં ભળી જતાં પ્રદુષણની માત્રામાં વધારો થતો જોવા મળે છે. આ તમામ કચરાઓના નિકાલમાટે સરકારે સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનો પ્રોજેકટ રજૂ કર્યો છે. જેમાંગુજરાત સરકાર પણ આર્થિક મદદ કરશે. આ કાર્ય થવા થી ૮૨૦૦૦ કરોડનાનવા રોકાણો પણ ગુજરાત રાજયમાં આવશે અને સાથો સાથ ૧૨ લાખ જેટલી નવી નોકરીઓનું પણ નિર્માણ થશે. જે અન્વયે ગુજરાતમાં જે બેરોજગારીનું પ્રમાણ રહેલુ છે તેમાંપણ ઘણોખરો સુધારો જોવા મળશે.
ઔદ્યોગીક ક્ષેત્રે આવેલા પ્રતિનિધિઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યોહતો. જેને લઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીજનાભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પતવારીએ જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી પેન્ડીંગ પડેલી અરજીઓનો નિકાલ થતાં લઘુ ઉદ્યોગોમાં નવા પ્રાણ પુરાણા છે અને ૧૫ દિવસમાં જીપીસીબીનું સર્ટીફીકેટ મળવાની જે ઘોષણા કરેલી છે તે પણ ખૂબજ પ્રસશનીય છે.