તમામ બેન્કિંગ સુવિધા પૂરી પાડવા માટે એક્સિસ બેન્ક સહિતની સાત બેંકો તમામ જરૂરિયાત પૂરી પાડશે.
ગાંધીનગર ખાતે વિકસિત થયેલું ગિફ્ટ સિટી ખૂબ જ આધુનિક જોવા મળી રહ્યું છે એટલું જ નહીં વૈશ્વિક સ્તરે દરેક સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહે તે માટેનું વિશેષ આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે આ તકે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ઘરેલુ બેંકો જેવી કે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતની સાત બેંકો બેન્કિંગ સુવિધા પૂરી પાડશે અને ગિફ્ટ સિટીને વિકસાવવા માટેના તમામ પગલાઓ લેશે. વોલેટિલીટી વધારવા માટે આ તમામ બેંકો મહત્વ પણ જવાબદારી નિભાવશે.
ગિફ્ટ સિટી ખાતે થનારા તમામ આર્થિક વ્યવહારો સુંદર અને સરળ બનાવવા માટે બેંકો મહત્વપૂર્ણ પગલું ભરશે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સચેન્જ રેટ સતત બદલાતા ઓફશોર અને ઓનશોર ટ્રેડિંગ માં આ તમામ બેંકો પોતાનો મહત્વપૂર્ણ ભાગ ભજવશે. બેન્કો દ્વારા આ સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવ્યા બાદ વિદેશી રોકાણકારો ગિફ્ટસિટી તરફ તેમનું આકર્ષણ વધશે જેનો લાભ ગુજરાત રાજ્યને પૂર્ણત: જોવા મળશે.
વૈશ્વિક બેન્કિંગ ની જરૂરિયાત પૂરી પાડવા માટે એનડીએફ બિઝનેસ મોડલ ગિફ્ટ સિટી ખાતે પ્રવર્તિત થઈ રહ્યું છે જે વૈશ્વિક બેન્કિંગ જરૂરિયાતો માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈપણ વૈશ્વિક દેશ માટે રોકાણ કરવું ખૂબ જ મહત્વનું સાબિત થતું હોય છે મુખ્ય કારણ એ છે કે કરન્સી એક્સચેન્જ રેટ સતત વધઘટ થતાં છે જરૂરી પગલાં લેવા જોઈએ તે લઈ શકાતા નથી ત્યારે ગિફ્ટ સિટીમાં આ સુવિધા ખૂબ સરળતાથી મળતા વિદેશી રોકાણકારોને સહેજ પણ અગવડતા નો સામનો નહીં કરવો પડે અને તેઓ પોતાનો વ્યાપાર ગુજરાતમાં રહી કરી શકશે.
ભારત દેશ આર્થિક રીતે વિકસિત થવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીને પહોંચવા માટેના જરૂરી તમામ પગલાઓ લેવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી નિર્માણ થઇ રહ્યું છે તે ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિદેશી રોકાણકારોને એક જ ફરીથી પોતાનો વ્યાપાર ચલાવશે જેનો સીધો જ ફાયદો ભારત દેશને પહોંચશે.