ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ
ગિફ્ટ ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર માં 545 કંપનીઓ : 5 હજાર લોકોને મળી રહી છે રોજગારી
સરકાર દેશની અર્થવ્યવસ્થાને વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રીલીયન ડોલર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરેલો છે ત્યારે તે દિશામાં હાલ દરેક પગલાંઓ સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે અને ઉદ્યોગોને કઈ રીતે વધુ વિકસિત કરાય તે દિશામાં પણ હાલ સરકારે કામગીરી શરૂ કરી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની નાણાકીય સેવા પૂરી પાડતી સંસ્થા અને બેંકો આવતા ની સાથે જ ભારતનું વૈશ્વિક ફલક ઉપર એક આગવું સ્થાન ઊભું થયું છે અને પરિણામ સ્વરૂપે દેશને આર્થિક રીતે ઘણો એવો ફાયદો પણ પહોંચ્યો છે. ગિફ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા અને આ સાથે સંકળાયેલી વિવિધ બેંકો આવતા રૂપિયા 41 લાખ કરોડ રૂપિયાનો વેપલો ગિફ્ટ સિટી એ કરી આપ્યો છે. આથી દેશ અને ગુજરાત રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પહોંચશે.
બીજી તરફ કુલ બેન્કિંગની મૂડી જે ગિફ્ટ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર ખાતે જોવા મળી છે તે પણ 41.20 બિલિયન ડોલર જેટલી છે. સાથોસાથ ડેરિવેટિવ વ્યવહારમાં પણ આ આંકડો 632 બિલિયન ડોલરને પાર થયો છે જે આવનારા દિવસ માટે ખૂબ સારા સમાચાર છે અને દેશની અર્થવ્યવસ્થા પણ ઝડપભેર વિકસિત થતી જણાઈ રહી છે. ગિફ્ટ સિટી ખાતે આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે અહીં 545 જેટલી નોંધાયેલી કંપનીઓ છે જેમાં 25 એરક્રાફ્ટ કંપની અને શેપિંગ કંપનીનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર ખાતે જે સ્ટોક એક્સચેન્જનું માસિક તનોવર છે તે પણ 60 મિલિયન ડોલરથી વધુ છે અને આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં વધુ રોકાણ 17.8 બિલિયન ડોલર જેટલું આવવાની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ જે રીતે ગિફ્ટ સિટી ખાતે જે માહોલ અને વાતાવરણ ઊભું થયું છે તેને ધ્યાને લઈ આવનારા દિવસોમાં ગાંધીનગરનું ગિફ્ટ ભારત અને વિશ્વને અનેક ભેટો આપવા માટે સર્ચ અને તૈયાર થઈ જશે. બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક લોકોએ જણાવ્યું હતું કે હાલ ગિફ્ટ સિટી ખાતે આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટરમાં 5,000 થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને આવનારા દિવસોમાં અહીં અનેકવિધ કંપનીઓ પણ આવવા ઈચ્છા વ્યક્ત કરી રહી છે જે સીધી જ રીતે સૂચવે છે કે દેશની અર્થવ્યવસ્થાની સાથો સાથ રોજગારીનું પણ ખૂબ મોટા પ્રમાણમાં સર્જન થશે.
ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર વિભાગના વડા સંદીપ સહાય જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી આશરે 3000 પેપર માં ફેલાયેલું છે અને આવનારા દિવસોમાં બીજો માસ્ટર પ્લાન પણ ઉભો કરવામાં આવશે ત્યારે દેશના 150 થી વધુ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ગિફ્ટ સિટી ખાતે આવી રહ્યા છે અને ભવિષ્યની તકોનું અવલોકન પણ કરી રહ્યા છે. એ વાત સાચી છે કે ગિફ્ટ સિટી દ્વારા રૂપિયા 41 લાખ કરોડનો વેપલો જે કરવામાં આવ્યો તેનાથી દેશની અર્થવ્યવસ્થા ખૂબ વિકસિત બનશે.