પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સોમવારે વારાણસી પહોંચ્શે. બંને યુપીમાં લગભગ સાડા પાંચ કલાક વિતાવશે. આ દરમિયાન બંને નેતાઓ રાજ્યભરમાં લગભગ 1500 કરોડથી વધુના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી વારાણસીમાં બનનારા 1000ની ક્ષમતાવાળા વિધવા આશ્રમનું પણ એલાન કરી શકે છે. મોદી ભારત મુલાકાતે આવેલાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પણ ભવ્ય મહેમાનગતિ કરશે. આ ઉપરાંત તેમને હોડીમાં ગંગાની સફર કરાવશે અને વારાણસીના ઘાટ દેખાડશે. બંને નેતાઓની મુલાકાતને લઈને વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તો સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને અંતિમ સમયે કેટલાંક કાર્યક્રમો રદ પણ થઈ શકે છે. જાપાનના પીએમ શિંજો આબે પછી મેક્રોન વારાણસી જનારા બીજા રાષ્ટ્રાધ્યક્ષ બનશે. જાપાનના પીએમ શિંજો આબેએ ગંગા આરતી પણ કરી હતી.
1500 Crની યોજનાઓની આપશે ભેટ
Previous Articleઆ શાળા ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી ન હતી – વાંચો વધુ અહેવાલ
Next Article નરસિંહના મહેતાની નોંધપાત્ર કલાત્મક માટે સંગઠન