જાપાનની MUFG બેંકને ગિફ્ટ સિટીમાં શું થશે પરવાનગી મળી

કહેવાય છે કે ગુજરાતી હવામે ધંધા હૈ. ત્યારે આ વાક્ય ખરા અર્થમાં સિદ્ધ થઈ રહ્યું છે અને ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટીનું નિર્માણ થઇ રહ્યું છે તેમાં એક બે નહીં પરંતુ આઠ જેટલી આંતરરાષ્ટ્રીય બેંકો પોતાનું કાર્ય શરૂ કરશે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગિફ્ટ સિટીમાં જે પણ બેંક શરૂ થઈ રહી છે તેના નિયમો ખૂબ જ હળવા બનાવવામાં આવ્યા છે અને યોગ્ય પ્રેમ વર્ક પણ કરવામાં આવ્યું છે જેથી તેઓને કાર્ય કરવા માટે ખૂબ જ સરળતા રહેશે.

અભ્યાસ સુધી ગિફ્ટ સિટીમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, હોંગકોંગ શાંઘાઈ બેંક, સિટીબેન્ક સહિતની બેન્કો હાલ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે અને આવનારા સમયમાં પણ હજુ વધુ બેંકો આવશે તો નવાઈ નહીં ત્યારે અંતે જાપાનની બેંકને પણ જે પરવાનગી મળી છે તેનાથી રાજ્યની અર્થ વ્યવસ્થામાં પણ વધારો નોંધાશે. હાલ જે બેંકો નિર્ધારીત થયેલી છે તે પૈકી જૂથ બેન્કો દ્વારા ટ્રાન્ઝેક્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આશરે 51 બિલિયન ડોલરના વ્યાપારને પણ પહોંચવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ ઘણી ખરી બેંકો છે કે જેને પરવાનગી મળી છે /પરંતુ હજુ સુધી શરૂ થઈ નથી.

ગિફ્ટ સિટી ની મહત્વતા એ છે કે અહીં જે પણ બેંકો પ્રસ્થાપિત થશે તો તેઓએ ભારતમાં રહીને જ વ્યાપાર કરવાનો રહેશે જેથી ભારતનું જે વિદેશી હૂંડિયામણ છે તે પણ ઘણા ખરા પ્રશ્ને વધુ નોંધાશે તો બીજી તરફ થી ગિફ્ટ સિટીમાં જે બેન્કો શરૂ થઈ છે તે બુલિયન ઍકચેન્જની  સાથોસાથ એરટેલ બેંકિંગ અને સર્વિસ ક્ષેત્રમાં પણ કાર્ય હાથ ધરશે. કે વાત સ્પષ્ટ થઈ રહી છે કે ગિફ્ટ સિટીની ગિફ્ટ ભારત માટે ખૂબ જ ઉપયોગી નીવડશે અને તેનું જે મહત્વ છે તે વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળશે ત્યારે આવનારા સમયમાં હજુ પણ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય બેંકો પોતાની ઓફિસો ગિફ્ટ સિટીમાં ખોલે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.