જામનગર શહેરના અજીતસિંહજી પેવેલિયન પાસે આવેલ રમત સંકુલ ખાતે રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનુ ગૃહ રાજ્યમંત્રી રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યુ હતુ.

Screenshot 4 1

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતુ કે, જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમા જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ છે. યુવાનો રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનુ નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તેવી આ પ્રસંગે મંત્રી એ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

Screenshot 1 6

રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલમાં ૨૫ X ૧૨.૫ મીટરનો હશે જેમા કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમ તેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. તથા બાસ્કેટબોલ કોર્ટ ૨૮ X ૧૫ મીટરનુ નિર્મિત કરવામાં આવ્યું છે.

Screenshot 2 1

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા,ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રભાર અભયસિંહ ચૌહાણ, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.