આપણે વોટ્સઅપ, ફેસબુક, શેરચેટ, સ્નેપચેટ વગેરે સોશિયલ મીડિયામાં GIF વાપરતા હોય છીએ.અને એમાં પણ રમુજીવાળા GIF આનંદ અપાવે છે.પણ કયારેય વિચાર આવ્યો ..? કે આ GIFનું પૂરું નામ શું છે.કઈ રીતે ઉદ્ભવ થયો.પહેલા કઈ રીતે ઉપયોગ થતો…? વગેરે જેવા પ્રશ્નો તો ઉદ્ભવવા જ જોઈએ…તો જાણીએ પૂરી વિગત..
GIFનું પૂરું નામ
GIF એટલે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ (Graphics Interchange Format)
GIFનો ઉદ્ભવ
GIF એટલે ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. તે એક બીટમેપ ઈમેજ છે. વર્લ્ડ વાઇડ વેબ પર સ્થિર છબીઓ અને એનિમેશન માટે તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. GIF ઈ.સ. 1987માં કોમ્પ્યુસર્વ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેના વિકાસનો મુખ્ય સૂત્ર એક પ્લેટફોર્મ સ્વતંત્ર છબી ફોર્મેટ વિકસાવવાનો છે. GIF છબીઓને (LZW- લેમ્પેલ-ઝિવ-વેલ્ચ) લોસલેસ ડેટા કમ્પ્રેશન ટેકનિકનો ઉપયોગ કરીને સંકુચિત કરવામાં આવે છે. આ ટેકનિકનો ઉપયોગ ઈમેજની ગુણવત્તાને બગાડ્યા વગર ફાઈલનું કદ ઘટાડવા માટે થાય છે.
GIFની રચના
GIF ઇમેજ બનાવામાં 8 બીટ ફોર્મેટનો ઉપયોગ થાય છે. કારણ કે ઘણા કમ્પ્યુટર મોનિટરની સમાન મર્યાદા 8-બીટ સિસ્ટમ્સ અથવા 28 રંગોમાં હતી. GIF ઇમેજ બનાવામાં 256 રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. નવા રંગો બનાવવા માટે આ રંગોને મિશ્રિત કરી શકાતા નથી.તે તેના નાના કદ અને પોર્ટેબિલિટી સુવિધાને કારણે ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય છે. તે મર્યાદિત રંગોવાળી રેખા કલા, રંગના મોટા સપાટ વિસ્તારવાળી છબીઓ અને એનિમેટેડ કરવાની જરૂર હોય તેવી છબીઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે.