ઔદ્યોગીક એકમોમાં તાં અકસ્માતોથી બચવા ટ્રેનિંગ સહિતની સુવિધા માટે એમઓયુ થયા
મુખ્ય સચિવ જે.એન.સિંઘની ઉપસ્થિતિમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (ફીક્કી) વચ્ચે લોકહિતને ધ્યાનમાં રાખીને કરાર થયા છે.
આ તકે જે.એન.સીંઘે કહ્યું હતું કે, ગુજરાતમાં બહોળી સંખ્યામાં ઔદ્યોગીક એકમો છે જેમાં મોટાભાગના કેમીકલ આધારીત એકમો છે. પરિણામે મોટી જાનહાની વાનો ભય રહે છે. સમયાંતરે સુરક્ષા જાળવવા માટેના પગલા તો લેવાય જ છે પરંતુ ગમે તેવી પરિસ્થિતીમાં પહોંચી વળવા આપણે તૈયાર રહેવું જોઈએ.
આ કરાર હેઠળ ઈમારતોની ક્ષમતા તપાસવા તેમજ વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવાનો નિર્ધાર કરાયો છે. જીઆઈડીએમના ડિરેકટર પી.કે.તનેજા તેમજ એફ.આઈ.સી.સી.આઈના ડિરેકટર જનરલ નિરંકાર શકસેના દ્વારા આ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ઔદ્યોગીક એકમોમાં કેમીકલ આધારિત દુર્ઘટનાનું પ્રમાણ ઘણું વધારે છે માટે તાત્કાલીક જરૂરીયાતને પહોંચી વળવા આ પ્રકારના કરાર લોકહિતમાં છે. લોકોને હાની ન થાય તે માટે ટ્રેનિંગ આપવી જરૂરી બને છે. ત્યારે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો કરાર મહત્વપૂર્ણ ભાગ ભજવી જશે.
દેશનો ૩૫ ટકા કેમિકલ કચરો દહેજ-અંકલેશ્ર્વર પટ્ટામાં ઠલવાયો
ઔદ્યોગીક કચરા સામે અવાર-નવાર ચિંતા વ્યકત કરવામાં આવે છે. ત્યારે દેશનો ૩૫ ટકા ઔદ્યોગીક-કેમીકલ કચરો પટ્ટામાં ફેલાયો હોવાનું મુખ્ય સચિવ જે.એન.સીંઘનું કહેવું છે. ગુજરાતમાં ઔદ્યોગીક વિકાસ બહોળો છે. વાપી, હજીરા, અંકલેશ્ર્વર અને દહેજ પંકમાં ઔદ્યોગીક એકમોનું પ્રમાણ મોટી સંખ્યામાં છે. માટે દેશનો ૩૫ ટકા કેમીકલ કચરો આ પટ્ટામાં પરાયેલો જોવા મળે છે. આવો કચરો પર્યાવરણ માટે તેમજ લોકોના સ્વાસ્થ્ય સામે ભયંકર ખતરો છે. ગુજરાતમાં ફેકટરી એકટ હેઠળ ૩૬૧૭૯ ફેકટરીઓનું રજિસ્ટ્રેશન યું છે. જેમાં મોટાભાગની ફેકટરીઓ દહેજ, મુંદરા, કંડલા પોર્ટ નજીક આવેલી છે. પેટ્રો-કેમીકલ પ્રોડકટના કારણે પણ કેમીકલ યુક્ત કચરાનું પ્રમાણ ભયંકર રીતે વધી ગયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,