રાજકોટથી પંદર કિલોમીટર દૂર  વિકસિત  ઔદ્યોગિક વિસ્તાર મેટોડા જીઆઇડીસી તેમજ નવિ વિકાસ પામી રહેલ ખીરસરા જી .આઇ. ડી.સી.જવા માટે નો રાજકોટ કાલાવડ રોડ ચાર વર્ષ પહેલા કરોડના ખર્ચે બનેલો છે પરંતુ આ રોડ ચાર વર્ષ મા ચારથી પણ વધુ વખત વિરડા વાજડીથી વાજડી વડ સુધી તુટી જતા રિપેરીગ કરવામાં આવેલ છે અને ચોમાસું હોય કે સામાન્ય  સિઝન રોડ વારંવાર રિપેરીગ કરવાની ફરજ પડેલ છે.

અત્યારે પણ આજ પરિસ્થિતિ સર્જાયેલ છે આ રોડ ઉપર મેટોડા જ્આઇડિસી  ઔદ્યોગિક વિસ્તાર તેમજ ખીરસરા જી.આઇ.ડી.સી પડધરી તાલુકાના અમરેલી પાસે વિકાસ પામેલ ફેક્ટર ઓ ના વાહનો વેપારી ઓ તથા રોજગારી માટે જતા લોકો માટે આ મુખ્ય માર્ગ છે.

તેથી રાજકોટ અવધ થી ખીરસરા સુધી આ રાજકોટ કાલાવડ રોડ ને સિકસ લેન્ડ રોડ બનાવવા માટે આવેલ છે પરંતુ અત્યારે સાવ ટુટી જતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ મુખ્ય રોડ સારી રીતે રીપેરીંગ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.