જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદએ અંતે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા રાજકીય રીતે જોકે એ તો હોના હી થા પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ હિતચિંતકોમાં ગુલામ નબી આઝાદના આ રાજીનામાંએ ભારે ખડબડાત મચાવી દીધો છે. ગુલામ નબી આઝાદની રાજકીય કારકિર્દી હંમેશા કાચ જેવી સ્વચ્છ રહી છે તેમણે ક્યારેય રાષ્ટ્રભાવના સાથે સમાધાન કર્યું નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુલામ નવી આઝાદની રાજકીય કારકિર્દી અને વ્યક્તિગત દેશદાજના આફરીન હતા
ગુલામ નબી આઝાદની રાજ્યસભાની મુદ્દત પૂરી થઈ ત્યારે ન ભૂતો ન ભવિષ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ નબી આઝાદને જે રીતે સન્માનિત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુલામ નવી આઝાદ એક એવા વ્યક્તિ છે જે રાજકીય જીવનમાં ક્યારેય રાષ્ટ્રહિતથી એક કશું પણ અલગ થયા નથી છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નેતાગીરીમાં મતભેદ હતા કોંગ્રેસના જી 23 નેતાઓના લેટર બોમ્બથી થયેલો વિસ્ફોટ હજુ સુધી સમ્યો નથી ત્યાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસના નેતૃત્વ અને નીતિવિષયક નિર્ણયોની ક્ષતિઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે
રાહુલ ગાંધીના નેતૃત્વ સામે ગુલામ નબી આઝાદને ઘણા સમયથી મન દુઃખ ચાલતું આવ્યું હતું
ગુલામ નબી આઝાદ મૂળ અને બીજ કોંગ્રેસી આગેવાન તરીકે એક અલગ છાપ ધરાવે છે પરંતુ તેમની રાષ્ટ્રીયતા અને દેશભાવનાની બે દાગ કારકિર્દીથી તેઓ બિન કોંગ્રેસી નેતાઓમાં પણ લોકપ્રિય છે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં ગુલામ નબી આઝાદ નું સ્થાન કંઈક ઓર છે ગુલામ નબી આઝાદ જ્યારે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરમાં કહ્યું હતું કે અમે તમને નિવૃત્ત થવા નહીં દઈએ અને તેમને પાછા સંસદમાં લાવવા છે જોકે ત્યારબાદ ગુલામ નબી આઝાદ ને કોંગ્રેસના મહુડી મંડળ સાથે સૈદ્ધાંતિક રીતે મતભેદ ની શરૂઆત થઈ ત્યારે ઘણીવાર એવું લાગતું હતું કે ગુલામ નબી આઝાદ હવે લાંબો સમય કોંગ્રેસમાં નહીં રહે પરંતુ કોંગ્રેસ ને છોડવાનો નિર્ણય નો અંતે આજે અમન થયો હોય તેમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસ માટે તો આ મરણ તોલ ફટકો જ ગણાશે પરંતુ ગુલામ નબી આઝાદ હવે કયા પક્ષમાં જોડાશે તેના પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે ગુલામ નબી આઝાદને કોંગ્રેસના નેતાઓ સાથે અને ખાસ કરીને રાહુલ ગાંધી સાથે મતભેદ હતા પરંતુ ગુલામ નબી આઝાદના રાજકીય સહયોગ્ય અને હિમાયતો ની કોઈ ખોટ નથી
કોંગ્રેસમાં તો તેમનું સ્થાન અલગ જ હતું પરંતુ ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને જમ્મુ કાશ્મીરના તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રવાદી નેતાઓમાં ગુલામ નબી આઝાદ ખૂબ જ લોકપ્રિય હતા ત્યારે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય કરનાર ગુલામ નબી હવે સંપૂર્ણપણે આઝાદ છે ત્યારે તેમની આઝાદીનો લાભ કયા પક્ષને મળશે તેના પર મીટ મંડાયેલી છે.