ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે આજ રોજ ડોક્ટર ની ભૂલ ના કારણે ગર્ભ માંજ બાળક નું મૃત્યુ થતા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા અને સરપંચ સંગઠનના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા દોડી ગયા હતા પ્રાપ્તીય વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામ ના મજૂરી કામ કરતા ભરતસિંહ હરમલસિંહના પત્ની સગર્ભા હોય અને રાતે ૩.૩૦ વાગે અચાનક પેટમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક ધોરણે લતીપર ખાતે હોસ્પિટલ જતા ત્યાં કોઈ ડોક્ટર હાજર ના હોવા થી ૧૦૮ બોલાવી તેવોને ધ્રોલ સરકારી હોસ્પિટલ મોકલેલ સવારે ૫.વાગ્યાં આસપાસ ધ્રોલ હોસ્પિટલ પોહચેલ પરંતુ ત્યાં પણ કોઈ હાજર ના હતું થોડી વાર માં એક નર્સ આવેલ અને તેવો ની એન્ટ્રી કરી બહાર બેસો ડોક્ટર આવે એટલે બોલવું પરંતુ કોઈ ડોક્ટર આવેલ નહિ અને ફરી વાર પેટમાં દુખાવો અને ઉલ્ટી થવા થી નર્સ ને જાણ કરતા તેમના પત્નીને રૂમ માં લય ને સુવડાવી દેવામાં આવ્યા અને તેમ છતાં કોઈ ડોક્ટર આવેલ નહિ સવારે ૯ વાગ્યાં આસ પાસ ડોક્ટર આવેલ અને તેમના પત્નીને ડિલિવરી માટે લય ગયેલ અને ડિલિવરી દરમ્યાન બાળકનું પેટમાંજ મૃત્યુ થયેલનું  ડોક્ટર એ જાણવેલ ત્યાર બાદ તુરંત ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા આવી જતા તેવોની હાજરીમાં પોલીસને જાણ કરી બોલાવેલ અને ભરતસિંહ દ્વારા ડોક્ટરની ભૂલ અને ગેર હાજરીના હિસાબે તેવોના બાળકનું મૃત્યુ થયું છે તેવું જણાવેલ અને પોલીસને ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્ય વાહી કરી ગુન્હો દાખલ કરવા જાણવેલ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.