તંત્ર દ્વારા તવાઈ બોલાવાતા ૯૫૪૪ આસામીઓએ રૂપિયા જમા કરાવ્યા: તંત્રને રૂ.૧.૪૬ કરોડની આવક: ૭૩૮૫ આસામીઓને આખરી નોટિસ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબર માસથી નગરના વિસ્તારોમાં નલ સે જલ યોજના માટે ૭૫ હજાર મિલકતોના ચાલી રહેલા સર્વે દરમિયાન ૧૭ હજારથી વધુ ભૂતિયા કનેક્શનો મળી આવ્યા હતા. હાલ પેનલ્ટીની માફીની ચાલી રહેલી યોજના અંતર્ગત ૧૦ હજાર જેટલા લોકોએ નળ કનેકશનો નિયમિત બનાવી લીધા હતા. આ કનેકશનના ચાર્જીસ પેટે રૂ.૧.૪૬ કરોડની આવક મહાનગરપાલિકાને થવા પામી હતી.

જામનગર મહાનગરપાલિકા ની વોટરપાર્ક શાખા દ્વારા જુદી જુદી ટીમો બનાવીને શહેરી વિસ્તારમાં ભૂતિયા નળ જોડાણો ચેક કરવા માટેનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને ૫૩ હજાર થી વધુ મકાનોમાં સર્વે કરાયું હતું. જે પૈકી ૧૬,૯૨૯ ભૂતિયાં નળજોડાણ મળી આવ્યા હતા. જે પૈકી કે ૯,૫૪૪ આસામીઓ પૈસા ભરીને નળજોડાણ રેગ્યુલર કરાવી ગયા છે. પરંતુ હજુ ૭,૩૮૫ આસામીઓ નાણાં ભરપાઇ કરવા આવ્યા ન હોવાથી ૩૧ ડિસેમ્બર સુધીમાં રેગ્યુલર કરવાની આખરી તાકીદ અપાઈ છે.

જામનગર મહાનગરપાલિકાની વોટરવર્કર્સ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂતિયા નળ જોડાણો ચેક કરવા માટેની અલગ અલગ ૧૪ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારબાદ બે મહિનાથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સમયગાળા દરમિયાન ૫૩,૩૩૨ પ્રોપર્ટીનું સર્વે કરી લેવામાં આવ્યું હતું. જે સર્વે દરમિયાન ૧૬,૯૨૯ રહેણાંક મકાનો અથવા તો અન્ય પ્રોપર્ટીમાં અનઅધિકૃત નળ કનેકશનો જોવા મળ્યા હતા. જેથી આવા તમામ રેહેણાક અથવા પ્રોપર્ટી ધારકોને વોટર વર્કસ શાખા દ્વારા રૂપિયા ૧,૧૫૦નો નળ વેરો તેમજ નળ કનેકશન રેગ્યુલર કરવા માટેના ૫૦૦ રૂપિયા મળી ૧,૬૫૦ રૂપિયા ભરીને પોતાનું નળ કનેક્શન રેગ્યુલરાઈઝ કરાવવા માટે નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. જે પૈકી આજ સુધીમાં ૯,૫૪૪ આસામીઓ દ્વારા જરૂરી ચાર્જીસ ભરીને પોતાના નળ કનેકશનો રેગ્યુલર અને કાયદેસર કરાવી લીધા છે. પરંતુ હજુ પણ ૭,૩૮૫ આસામીઓ દ્વારા પોતાના નળ કનેકશન રેગ્યુલર કરાવાયા નથી.

જેથી જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા આખરી યાદી પ્રસિધ્ધ કરાવી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦ સુધીમાં પોતાના નળ કનેકશનો રેગ્યુલરાઈઝ કરાવી લેવા માટેની અંતિમ યાદી અપાઈ છે. ત્યાર પછી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી અપાઈ છે.

૩૧ ડિસેમ્બર બાદ ભૂતિયા નળ કનેક્શન ધારકો સામે થશે કાર્યવાહી

જામનગર પાલિકા દ્વારા ઓક્ટોબર માસથી ભૂતિયા નળ જોડાણનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૧૭ હજારથી વધુ લોકોના ભૂતિયા નળ કનેક્શન મળી આવ્યા હતા. જેમાંથી મોટાભાગના લોકોએ કનેક્શન નિયમિત બનાવ્યા હતા. બાકી રહેલા લોકો માટે પાલિકની વોટર વર્ક્સ શાખા દ્વારા આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં પોતાના નળ કનેક્શન રેગ્યુલર કરાવી લેવા તાકીદ અપાઈ છે. જો કે ત્યાં સુધીમાં પણ જો આ લોકો લીગલી કનેક્શન નહીં લે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.