ટમેટું રે ટમેટું મોંઘેરું છે ટમેટું, ચાર કિલો ટામેટાની કિંમત છોકરાએ ચૂકવવી પડી
જ્યારથી ચોમાસાની શરુઆત થયી છે ત્યારથી ટામેટાના ભાવ વધવા પર જ છે દેશના એક પછી એક રાજ્યમાં ટામેટા મોંઘા થતા જાય છે. જેનો કિલોનો આંકડો ૨૦૦-૨૫૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. તેવા સમયે પહેલા ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ એમ મોંઘા ટામેટા છેક ઓડીશા સુધી પહોચ્યા છે.
૨૦૦ થી ૨૪૦નાં કિલો ટમેટાએ લોકોને જાણે ભાન ભુલાવી છે. એવોજ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાળકને ગીરવે મુકીને પણ લોકો ટમેટા લેવા તૈયાર થયા છે. વાત એવી છે કે એક વ્યક્તિ જાણે ટમેટા ખાધા વગર ન રહી શકતો હોય તેમ કોઈ પણ હદે જઈને ટમેટા લેવા એવું નક્કી કર્યું હોય તેવું વર્તન કર્યું.
એક શાકભાજી વાળા પાસે તે વ્યક્તિ ટામેટા લેવા આવ્યો અને કહ્યું કે ૧૦ કિલો ટમેટા લેવા છે પણ એને એ ટમેટા સંબંધીને આપવાનાં છે. ત્યાર પછી તેને ૪ કિલો ટમેટા લઇ ૩૦૦ રૂપિયા ચૂકવ્યા અને બાકીના રૂપિયા આપી જવાના ઈરાદાથી બે બાળકોને ત્યાં રાખી ગયો હતો, ટમેટાના વેપારીએ પણ બાળકો પોતાની પાસે છે એટલે એ ગ્રાહક ફરી પાછો ત્યાં આવશે જ એવા વિશ્વાસથી ૪ કિલો ટમેટા એ વ્યક્તિને આપી દીધા હતા. પણ એ તો ગયો એ ગયો પાછો આવ્યો જ નહિ.
એ પછી આખી કહાની સામે આવી કે જે બાળકોને તે વ્યક્તિ મૂકી ગયો હતો એ તેના હતા જ નહિ. તે બાળકોને પણ વોશિંગ મશીન ઉપાડવાનું છે એમ કહી ત્યાં સાથે લાવ્યો હતો અને ટમેટાની દુકાનમાં બેસાડી દીધા હતા. પરંતુ એ ઠગે ટમેટાના વેપારીની સાથે સાથે બાળકોને પણ ઠગવામાં બાકાત નોતા રાખ્યા.