શહેર પોલીસના ડીટેકશનની આંકડાકીય માહિતી સાથે તૈયાર કરાયેલી બુકનું રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે કરાયું વિમોચન
અબતક,રાજકોટ
શહેરમાં મહિલા પોલીસ તરીકે ફરજ બજાવતા સ્ટાફના બાળકોની સારી સાળ સંભાળ થઇ શકે અને મહિલા પોલીસ પોતાના બાળકો સુરક્ષિત છે તે સીસીટીવી સાથે જોડાઇ મોબાઇલના માધ્યમથી જોઇ શકે તે માટે પોલીસ હેડ કવાર્ટર ખાતે તૈયાર કરાયેલા ઘોડીયાઘરનું રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ ઉદઘાટન કર્યુ છે. તેમજ રાજકોટ પોલીસ દ્વારા વર્ષ દરમિયાન ડીટેકશનની કરેલી કામગીરી અંગેની આંકડાકીય માહિતી સાથેની તૈયાર કરાયેલી બુકનું ડીજીપી ભાટીયાના હસ્તે વિમોચન કરાયુ છે. ઘોડીયાઘરમાં 50 બાળકોનું રજીસ્ટેશન કરવામાં આવ્યું હતુ તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પુર્વે શહેર પોલીસ સ્ટાફ દ્વારા રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાને સ્વાગત સલામી આપી હતી.
સમગ્ર ભારત દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે તેમજ બે દિવસ બાદ 26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે પોલીસ દ્વારા શહેર હદની શરૂઆત થાય છે ત્યા અમદાવાદ હાઇવે રોડ ઉપર હોલીવુડ સાઇન બોર્ડ જેવુ શહેર પોલીસ હોર્ડીંગ બનાવવામાં આવેલ છે જેને તીરંગાના રંગો કેશરી, સફેદ તથા લીલા રંગની રોશની કરી સુશોભીત કરવામાં આવેલ છે જે દરમ્યાન ડી.જી.પી. આશીષ ભાટીયા તથા શ્રૃતી ભાટીયા રાજકોટની મુલાકાતે આવેલ ત્યારે તેઓએ અમદાવાદ હાઇવે ઉપર આવેલ રાજકોટ શહેર પોલીસ હોર્ડીંગ નીહાળેલું હોય જે અંગે વિશેષ ખુશી વ્યકત કરી છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ખાસ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા શહેર પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારોને જરૂરી તમામ સવીધાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેલ છે. જેમાં અગાઉ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે રીક્રીયેશન ગાર્ડન, ચીલ્ડ્રન પ્લે એરીયા, બાસકેટ બોલ કોટ, વોલીબોલ કોટ, ફુટબોલ ગ્રાઉન્ડ, અંબાજી મંદિરનુ જીણોધાર કરી પોલીસ મુખ્ય મથકનુ કાયાકલ્પ કરેલું છે જેના પરિણામે વૃધ્ધોને હરવા ફરવા તથા બાળકોને રમવા માટેની સુવીધાઓ પુરી પાડવામાં આવે છે. શહેર પોલીસ દળમાં મહિલા પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ સાથે પોતાના પરિવાર અને બાળકોની દેખભાળ અંગેની મહત્વની ફરજ બજાવવાની હોય છે જેથી મહિલા પોલીસ કર્મચારીઓનો ખાસ ધ્યાને રાખી પોલીસ મુખ્ય મથક ખાતે વાત્સલ્ય અમૃત ઘોડિયાધર ની શરુઆત પોલીસ પરિવારના બાળકો એકલા ન રહે અને મહિલા પોલીસ કર્મચારીઓ ફરજપર જાય ત્યારે પોતાના બાળકોની ચિંતા ન રહે અને વ્યવસ્થિત નોકરી કરી શકે તે માટે આ ઘોડિયાઘરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારના મહિલાઓ કે જેઓ અન્ય સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી કરતા હોય જેઓના બાળકો એકલા ન રહે તે માટે આ ધોડિયાધર ખુબજ આશીર્વારૂપ સાબીત થશે ધોડિયાઘરમાં બાળકોને સારૂ વાતાવરણ મળી રહે તે માટે તેઓની દેખભાળ માટે ખાસ બે આયા બહેનો રાખેલા છે તેમજ એક મહિલા પોલીસ કર્મચારીની પણ ત્યા ફરજ ફાળવવામાં આવેલી છે જેઓ દ્વારા બાળકોને સ્વસ્થ અને સુરક્ષીત વાતાવરણમાં તેઓની દેખભાળ રાખવામાં આવશે જે ધોડીયાઘરમાં દિવાલો પર અલગ અલગ પ્રકારના પેઇન્ટીંગ, કાર્ટુન તેમજ અભ્યાસને લગતા ચિત્રો દોરેલા છે તેમજ રમત ગમતને લગતા સાધનો રાખવામાં આવેલા છે .
ધોડીયાઘરમાં બાળકોને અભ્યાસ પણ કરાવવામાં આવશે તેમજ તેમના આરામ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બાળકોના વાલીઓ ધોડીયાધરમાં બાળક સુરક્ષીત છે તે બાબતે તેમજ ત્યાની પ્રવૃતી ઉપર પોતેજ નજર રાખી શકે તે માટે ત્યા લાગેલ સી.સી.ટી.વી. કેમેરા માફત પોતાના મોબાઇલ ફોનમાં જોઇ શકે છે જે ધોડીયાધરમાં હાલ પોલીસ પરિવારના કુલ 50 બાળકોની નોંધણી થયેલી છે જેનું ડી.જી.પી. આશીષ ભાટીયા અને શ્રીમતી શ્રૃતી ભાટીયા મેડમ ના શુભ હસ્તે ધોડાધરની શરૂઆત તા.25/01/2022 ના સવારના કલાક 08/45 વાગ્યે પોલીસ મુખ્ય મથક ખાતે કરવામાં આવનાર છે. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા 2021 દરમ્યાન કરવામાં આવેલ કામગીરી અંગે શહેર પોલીસ દ્વારા બુકલેટ બનાવવામાં આવેલ છે. જેમાં શહેરમાં બનવા પામેલ અલગ અલગ ગુન્હાઓની માહિતી ગ્રાફીક સ્વરૂપે તથા આંકડાકીય માહિતી સાથે જણાવવામાં આવેલ છે. તેમજ 2021 દરમ્યાન શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલા સારા ડીટેકશનો, કોરોના વાયરસ દરમ્યાન માનવતા અભિગમ સાથે કરવામાં આવેલી કામગીરીની ફોટા સાથેની માહિતી બુકલેટમાં જણાવવામાં આવેલી જે બુકલેટનું પણ . ડી.જી.પી. આશીષ ભાટીયા ના શુભ હસ્તે વીમોચન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે ડી.જી.એ પોલીસને લેવડાવી પ્રતિજ્ઞા
આજે તા.25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય જેથી રાજકોટ ખાતે આવેલા ડી.જી.પી. આશિષ ભાટીયા દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહેર પોલીસને મતદારોએ લેવાની પ્રતિજ્ઞા “અમે, ભારતના નાગરિકો, લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઇએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચુંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચુંટણીમાં નિર્ભયતાપુર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશુ” જે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ હતી.
ડ્યુટી દરમિયાન અમારા બાળકોને અમે ઘોડિયાઘરમાં રાખી શકીશું: પોલીસકર્મીઓ
રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ડ્યુટી પર હોઈએ ત્યારે નાના ભુલકાઓની અમને ચિંતા થતી હોય છે.અમારો જીવ હંમેશા અમારા સંતાનોમા રહે છે ત્યારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે જ ઘોડીયા ઘર બનાવવાના આ ઉમદા વિચારને અમે બિરદાવીએ છીએ.અહીં બાળકોને રમવા,જમવા અને સુવાની તમામ સગવડો છે. બાળક અહીં પોતાનું જ ઘર સમજીને રહે છે જેથી અમે ખૂબ ખુશ છીએ.