જામનગરના ગુલાબનગરમાં એક મકાનમાં ગઈરાત્રે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને ઘોડીપાસા વડે જુગાર રમતા પકડી પાડયા છે. જ્યારે લાલપુરના હરિપુરમાંથી પાંચ શખ્સો ગંજીપાના કૂટતા ઝડપાયા છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા અલીશા પીરના ઢાળિયા પાસે મદીના ચોક નજીકના એક મકાનમાં ગઈરાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી મળતા એલસીબીએ દરોડો પાડયો હતો. ત્યાં આવેલા હુસેન હનીફભાઈ આરબના મકાનમાં એલસીબીએ ચકાસણી કરતા તેઓને નાલ આપી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા શાહનવાઝ આવતભાઈ આરબ, શબ્બીર ઈબ્રાહીમભાઈ બાજિયાત, મોહસીન ઈશાકભાઈ ઠેબા, અબ્દુલસતાર સલીમભાઈ કુરેશી, સોહેલ આવતભાઈ આવત અને અલ્તાફ સતારભાઈ આંબલિયા નામના છ શખ્સો મળી આવ્યા હતા.
એલસીબીએ પટમાંથી રૃા.૧૮૫૦૦ રોકડા, પાંચ મોટરસાયકલ મળી કુલ રૃા.૧,૬૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબીના રામદેવસિંહ ઝાલાએ સાતેય શખ્સો સામે સિટી-બી ડિવિઝનમાં જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે. લાલપુર તાલુકાના હરિપુર ગામમાં ગઈરાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પ્રોબે. પીએસઆઈ એમ.એલ. આહિર તથા સ્ટાફે દરોડો પાડયો હતો.
આ સ્થળે ગંજીપાના કૂટી રહેલા નાથાભાઈ હીરાભાઈ માતંગ, રણમલભાઈ દેવાભાઈ માતંગ, ઝીણાભાઈ બાબુભાઈ રોશિયા, શૈલેષનાઈ નાઝાભાઈ ખરા, મેઘજીભાઈ બેચરભાઈ રોશિયા નામના પાંચ શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પટમાંથી રૃા.૧૩૯૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.