ત્રણ કોસ્ટલ કલસ્ટરને મંજૂરી
દેશના પ્રથમ કોસ્ટલ ઇકોનોમીક ઝોનનું કંડલામાં ર૩મીએ વડાપ્રધાન મોદીના હસ્તે થશે ખાતમુહૂર્ત: પ્રધાન મનસુખ માંડવિયાએ કરી મહત્વની જાહેરાતો
સરકાર દ્વારા સૌરાષ્ટ્રના વિકાસ માટે દરિયાકાંઠા ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. સાગરમાલા યોજના હેઠળ ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા કાંઠા વિસ્તારમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટસ, કોસ્ટલ ઇકોનોમીક ઝોન તેમજ સંભવત: ઘોઘા-દહેજ રો-રો સર્વિસ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેની તૈયારીઓ શ‚ થઇ છે. આ પ્રોેજેક્ટના પરિણામે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વિકાસના ઘોડાપૂર ઉમટશે. ત્રણ કોસ્ટલ ઇકોનોમીક ઝોન ગુજરાતમાં મંજૂર કરવામાં આવ્યા છે. તા.ર૩મીએ દેશના પ્રથમ કોસ્ટલ ઇકોનોમીક ઝોનનું કંડલામાં વડાપ્રધાન મોદીના હસ્તે ખાતમૂહુર્ત થશે. ઇકો-સેન્સીટીવ ઝોન મામલે લેવાયેલા મહત્વના પગલા બાદ હવે સરકારે પોસ્ટલ ઇકોનોમીક ઝોનથી વિકાસ વેગવાન બનાવવાની તૈયારી કરી છે.
તાજેતરમાં કેન્દ્રીય શિપીંગ અને હાઇવેઝ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અજય ભાદુ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા કાંઠા વિસ્તારમાં પોર્ટ આધારીત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા કોસ્ટલ હાઇવે બનાવવામાં આવશે.
જેના પ્રથમ ચરણમાં ભાવનગર-સોમનાથનું કામ ચાલુ થઇ ગયું છે. સોમનાથથી પોરબંદર વચ્ચેના હાઇવે માટે ટુંકમાં ખાતમૂહુર્ત કરાશે. પોરબંદરથી દ્વારકાનો ડીપીઆર તૈયાર કરવાના આદેશ અપાયા છે. જ્યારે દ્વારકાથી નવલખી, મુંદ્રા થઇ કંડલાને જોડતા હાઇવેને સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સાગરમાળા યોજના હેઠળ ૧૪ કોસ્ટલ ઇકોનોમીક ઝોન (સેઝ) વિકસાવાશે. જેમાં ગુજરાતમાં ૩ મંજૂર કરાયા છે. આ કોસ્ટલ ઇકોનોમીક ઝોન માટે ‚ા.૪૦૦૦ કરોડ ખર્ચવામાં આવશે. કોસ્ટલ હાઇવેના વિકાસ માટે કુલ ‚ા.૧૦૦૦૦ કરોડ ખર્ચાશે. કંડલા-મુન્દ્રા વચ્ચે પેટ્રોલીયમ તથા ફર્નીચર માટે સેઝ, પીપાવાવ-અલંગ વચ્ચે ઓટોમોબાઇલ પોર્ટ ઇન્ફ્રા તેમજ એપરલ માટે સેઝ જ્યારે વચ્ચે ટ્રાન્સપોર્ટ માટેની સુવિધા ઉભી કરવામાં આવશે. કંડલા-મુન્દ્રા વચ્ચેના વિસ્તારમાં એન્કર ઇન્ડસ્ટ્રીઝ અને તેને લગતી ડાઉનસ્ટ્રીમ તથા એન્સીલીઅરીઝ ઇન્ડસ્ટ્રીઝ આકાર પામી શકે તેવી રીતે પ્રાથમિક જ‚રી સુવિધા સરકાર ઉભી કરશે.
સરકારના કોસ્ટલ ઇકોનોમી ઝોનથી સૌરાષ્ટ્રમાં વિકાસ અને રોજગારીની અનેક તકો ઉભી થવા જઇ રહી છે. અગાઉ ગીર વિસ્તારમાં ઇકો-સેન્સીટીવ ઝોનની હદ ઘટાડી સરકારે વિકાસને અનુ‚પ કામગીરી કરી છે. હવે દરિયા નજીકના વિસ્તારના વિકાસ માટે મહત્વના નિર્ણયો સરકારે લેવાનું શ‚ કર્યુ છે.