• કપરી ઘડીમાં મદદરૂપ થવા સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકોએ રાત ઉજાગરા કરી સેવા યજ્ઞ ધમધમાવ્યો
  • સૌરાષ્ટ્રભરમાં સાતમ આઠમના તહેવારો  દરમ્યાન  આવેલી વરસાદી હેલીથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉભી થવાથી લોકમેળાનામેદાનોમાં નદીઓ વહી હોયતેમ નીચાણવાળાવિસ્તારોમાં  પાણી ફરી વળ્યા હતા સૌરાષ્ટ્રમાં  વરસાદી હેલી અને મુશ્કેલીઓ વચ્ચે માનવતાના  ઘોડાપુર  લાવીને સેવાભાવી સંસ્થાઓએ ઠેર  ઠેર સેવા કાર્યકરી માનવતા મહેકાવી હતી.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની અતિવૃષ્ટિ સમયે નોંધનીય ભોજન સેવા

માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્ર ને વરેલી બોલબાલા સંસ્થા દ્રારા વધુ એકવાર સમયોચીત સેવામાં અગ્રેસર રહી હતી. સાતમ-આઠમ-નોમ ના વરસાદ ની હેલી ને કારણે ઘણા લોકો બેઘર થયા હતા, સ્થળાતંર કરેલા હતા.

આ-સમયે આરએમસી/જીલ્લા વહીવટ તંત્ર/લોકમેળા સમીતી/ તથા સ્થાનીક આગેવાનો દ્વારા જયાં જયા પાણી ભરાયા હતા અને ડેમ ઓવરફલો ના કારણે ફેરબદલ કેટલા સ્થળો ઉપર ત્યાં બધી જ જગ્યા 50 થી વધુ કાર્યકતાઓ ના સહયોગ થી બોલબાલા ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કંટ્રોલં રૂમ ની દેખરેખ હેઠળ “ભોજન સેવા” અવીતરત ચાલુ રખાઈ છે.

10 વાહનો 50 કાર્યકરો, 35નો સ્ટાફ સેવામાં રહી વહેલી સવાર થી મોડી રાત્રી સુધી જોડાયો હતો. આ સેવાયજ્ઞ માં જયા સુધી વરસાદ હશે ત્યાં સુધી બન્ને ટાઈમ નિયમીત ચાલુ રખાશે.

બોલબાલા કંટ્રોલ રૂમ રસોડાની મુલાકાતે  ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, આરએમસી પ્રોજેકટ ટીમ, કલેકટર, મામલતદારી, સરપંચઓ, કોર્પોરેટર, વિસ્તાર ના આગેવાનો ઓલ સેવા રૂપી સહયોગ માર્ગદર્શન આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.

નાથધામ હવેલી વીવાયઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 2,000 ફૂડ પેકેટ્સનું વિતરણ

પ્રવર્તમાન ભારે વરસાદને કારણે ઉદભવેલી વિષમ પરિસ્થિતિને લઈને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાની ભાવના સાથે ટઢઘ સંસ્થાના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય   વ્રજરાજકુમારજી   દ્વારા દેશ વિદેશમાં કાર્યરત વીવાયઓ સંસ્થાના પરિવારોને કરાયેલ અપીલને ધ્યાનમાં લઇ વીવાયઓ  નાથધામ હવેલી તેમજ વીવાયઓ  શહેર કમિટી દ્વારા  શહેરના રૈયાધાર અને લક્ષ્મીનગર વિસ્તારના જરૂરિયાત મંદ પરિવારોને 2000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ આગામી દિવસોમાં પણ વિતરણ ચાલુ રહેશે. ગુજરાત રાજ્ય ભરમાં અતિ વર્ષા  ના કારણે ઉદ્દભવેલી વિષમ પરિસ્થિતિ ને લઈને અસરગ્રસ્તો માટે 5 લાખ ફૂડ પેકેટ પુરા પાડવા નું ઉમદા કાર્ય ટઢઘ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

રેલવે ડીવીઝને ફસાયેલા મુસાફરોને જમાડયા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે  રાજકોટ ડિવિઝન ના ભીમરાણા-દ્વારકા-ગોરીંઝા સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ઘણી ટ્રેનો ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. આવી કપરી પરિસ્થિતિમાં મુસાફરોને મદદરૂપ થવા માટે રેલવે પ્રશાસન દ્વારા સ્થાનીય પ્રશાસન ની મદદ થી જયપુર-ઓખા એક્સપ્રેસ, ભાવનગર-ઓખા એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ના મુસાફરો માટે કુલ 15 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ખંભાળિયાથી 9 અને દ્વારકાથી 6 બસો દોડાવવામાં આવી હતી જેમાંથી 1010 જેટલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત રેલવે પ્રશાસન દ્વારા ખંભાળિયા સ્ટેશન પર મુસાફરોને ફૂડ પેકેટ અને દ્વારકા સ્ટેશન પર મુસાફરોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતરિત લોકો માટે 3565 ફૂડ પેકેટ્સનું વિતરણ

રાજકોટ શહેરમાં અતિ ભારે વરસાદને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું રેનબસેરા અને સ્કૂલો ખાતે સ્થળાંતર કરવામાં આવેલ. સ્થળાંતરિત નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, ધરાશાયી થયેલ વૃક્ષો રસ્તા પરથી દુર કરવા વગેરે સહીતની કામગીરી ફાયર એન્ડ ઇમરજન્સી શાખા તથા ટેકનિકલ શાખાઓ બાંધકામ, વોટર વર્કસ અને ડ્રેનેજ તેમજ વહીવટી વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા સતત કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઈ સહીતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ લોકોની જુદીજુદી ફરિયાદોના નિકાલ માટે સતત ફિલ્ડમાં રહ્યા. દરમિયાન રાજકોટનો આજી-1 ડેમ આજે સતત બીજા દિવસે પણ ઓવરફલો થઇ રહ્યો હોઈ, નીચાણવાળા વિસ્તારોનાં લોકોની સલામતી માટે શાળાઓ અને રેનબસેરાની સુવિધા, ઉપરાંત સ્થળાંતરિત લોકોના સ્વાસ્થ્યની ચકાસણી માટે મેડિકલ સેવાઓ, ફૂડ પેકેટ્સનું વિતરણ વગેરે કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અસરગ્રસ્તો માટે રાજકોટ મહાનગરપાલિકાને

બોલબાલા ચેરી. ટ્રસ્ટ, રામકૃષ્ણ આશ્રમ, સ્વામિનારાયણ ગુરુકુલ, રણછોડદસજી બાપુ આશ્રમ, અર્હમ ગ્રુપ,શ્રી સોનલબેન વાછાણીના ગૠઘ, પંચનાથ ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ માટે ખૂબ સારો સહયોગ પૂરો પાડવામાં આવી રહી છે.

વરસતા વરસાદે આપા ગીગાના ઓટલા દ્વારા સ્લમ એરિયામાં ફૂડ પેકેટો, બિસ્કીટોનું વિતરણ

સાતમ આઠમના તહેવારો નિમિત્તે અતિવૃષ્ટિને પગલે લોકોનું જીવન જીવવું દુષ્કર બન્યું હતું. શહેર ભરની ઝૂંપડપટ્ટીઓમાં ઘરમાં પણ ગોઠણભેર પાણી ભરાયા હોય સતત વરસાદ અવિરત પણે ચાલુ હોય. લોકોના ઘરમાં ની ખાદ્ય સામગ્રી પણ પલળી  ગઈ હોય તેવા સમયે વરસતા વરસાદે આપા ગીગાના ઓટલા ચોટીલા અને જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ જીવરાજ ગ્રુપ દ્વારા શ્રી આપા ગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ (નરેન્દ્ર ભાઈ સોલંકી) દ્વારા શહેરની જાણીતી સામાજિક સંસ્થા લોક સંસદ વિચાર મંચ ના સહયોગથી શહેરની ઝૂંપડપટ્ટીઓમાં ફરસાણના ફૂડ પેકેટો અને બિસ્કીટોનું વિતરણ કરાયું હતું જેમાં સકકરપારા, ગુંદી, તીખા ગાઠીયા, મોરા ગાંઠિયા, સેવ સહિતના ફરસાણના ફૂડ પેકેટો આપવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 7, 14, 17, 18ના સ્લમ વિસ્તારો લલુડી વોકડી, જીલ્લા ગાર્ડન આસપાસ નો વિસ્તાર, નારાયણ નગર, કોઠારીયા સોલવન્ટ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

શહેરમાં જ્યારે પાણી ભરાયા હોય લોકો ઘરની બહાર ન નીકળી શકે તે સમયે પોતાની ગાડી અને પોતાનો કિંમતી સમય ફાળવી શહેરની જાણીતી સેવાકીય સામાજિક સંસ્થા લોક સંસદ વિચાર મંચના કાર્યકરોના  સહયોગથી આપાગીગા ઓટલાના મહંતના આશીર્વાદથી આ સેવાકીય કાર્યમાં સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા જેમાં ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, દીપકભાઈ વાઘેલા, મનોજભાઈ ચોટલીયા, પુરણસિંહ જરીવાલા (સાફા વાળા), મહેશભાઈ ચોટલીયા, હિરેનભાઈ સોલંકી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

વરસતા વરસાદમાં પણ એનિમલ હેલ્પલાઈનની સેવાઓ યથાવત દવા, ચણ, પાણી સહિત સારવારની વ્યવસ્થા કરાઈ

સતત અવિરત પડી રહેલા અનરાધાર વરસાદના કારણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ અબોલ જીવોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનની કર્મયોગી ટીમ દ્વારા હરહંમેશની જેમ જ ચાર દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી 400 થી વધારે અબોલ જીવોનું રેસ્કયુ કરી સારવાર આપવામાં આવી હતી.

આ સાથે દરરોજ અબોલ પશુ, પક્ષીઓ માટે ચાલનાર અન્નક્ષેત્ર પણ શ્વાનો માટે દૂધ રોટલા, પક્ષીઓને ચણ વગેરે નિયમિતરૂપે તેમજ જરૂર પડ્યે વધારે માત્રામાં પણ ચાલુ રખાયું હતું જેથી પશુ, પક્ષીઓ ભૂખથી હેરાન ન થાય.

વર્તમાન સમયનાં વરસાદી વાતાવરણમાં માણસોને પોતાના ઘરમાં રહીને જ તકલીફો પડી રહી છે ત્યારે રખડતા પશુ, પક્ષીઓની દુ:ખદ પરીસ્થિતિ વિષે અંદાજ લાગવી શકાય છે.

કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવા : વાંસ અથવા ટ્રેમ્પોલીન શીટ્સમાંથી સૂકી જગ્યાએ કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવા જે જમીનના સ્તરથી ઊંચું હોય,સારી રીતે વેન્ટિલેટેડ હોય અને સલામત સ્થળોએ હોય કે જ્યાં રખડતા પશુ, પક્ષીઓ ભારેવરસાદઅથવા પૂર જેવી પરિસ્થિતિઓમાં આશ્રય મેળવી શકે.

હચોખ્ખું પાણી રાખવું : વિવિધ ક્ધટેનરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું જેથીવરસાદમાં પશુ, પક્ષીઓને પાણીની શોધમાં બહાર રખડવું ન પડે.

ઇમરજન્સી વેટરનરી સેવાઓ ઉપલબ્ધ રાખવી : બીમાર અથવા ઇજાગ્રસ્ત પશુ, પક્ષીઓ માટે ઝડપી સારવાર સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પશુચિકિત્સા સેવાઓ સાથે સંકલન કરવું.

સમુદાયની ભાગીદારી અને સ્વયંસેવક કાર્યક્રમો ગોઠવવા : સમુદાયના સભ્યોને જો ઉપલબ્ધ હોય,તો રખડતા પશુ, પક્ષીઓને તેમના મંડપ,ગેરેજ અથવા કોઈપણ અન્ય ઢંકાયેલ જગ્યામાં આશ્રય લેવાની મંજૂરી આપવા માટે પ્રોત્સાહિત કરો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.