શહેરનાં હાર્દસમા કાલાવડ રોડ પર આવેલા સૌરાષ્ટ્રના એકમાત્ર સિધ્ધિ વિનાયક મંદિરે આજે ગણેશચતુર્થીનાં પાવન દિવસે ભકતોનાં ઘોડાપુર ઉમટયા છે. આજથી શરૂ થયેલા ગણપતિ મહોત્સવ અંતર્ગત દર્શનાર્થીઓએ સિધ્ધિ વિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સૌરાષ્ટ્રમાં એકમાત્ર ગણપતિજીનું મંદિર જે રાજકોટના કાલાવડ રોડ પર આવેલું છે. અહીં ગણેશ ચતુર્થીનાં એકમાત્ર દિવસે ભકતોને મંદિરનાં ગર્ભગૃહની અંદર પ્રવેશ આપવામાં આવે છે. આ ભકતો દુંદાળાદેવના નજીકથી દર્શન કરવાનું ન ચૂકાય તેમાટે આજે ભકતોનાં ઘોડાપૂર ઉમટયા હતા. આજથી અગિયાર દિવસ સિધ્ધિ વિનાયક ધામમાં અનેરો શણગાર સાથે વિઘ્નહર્તાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. ટ્રસ્ટી કિરીટભાઈ કુંડલીયાના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયકધામે ભકતોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે પૂરતી તકેદારી લેવાઈ રહી છે.