ખામનાથ મંદિર, રામનાથ મંદિર, પાળેશ્ર્વર મંદિર તથા શરણેશ્વર મંદિરમાં ‘ઘી’માંથી કુલ 11 વખત આ મહાપૂજાના અલભ્ય દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે
ઘીનો પીગળવાનો ગુણધર્મ હોવા છતાં પણ તૈયાર કરવામાં આવતી આ દુર્લભ કલાકૃતિ કાબિલેદાદ
ખંભાળીયાના શિવ મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન ઘીની મહાપૂજા યોજવામાં આવે છે. તસ્વીરમાં જોવા મળતી પ્રતિમાઓ તેમજ બંગલાઓ કે અન્ય કૃતિ કોઇ પુંઠા કે પ્લાયવુડ કે પતરામાંથી બનાવવામાં આવેલ નથી પરંતુ ચોખ્ખા ઘી માંથી બનાવવામાં આવી છે. પીગળી જવાનો ગુણધર્મ ધરાવતા ચોખ્ખા ઘીમાંથી આવી કલાકૃતિ બનાવી શકાય ખરી? ઘી વેચાણ માટે સાત દાયકાથી અવ્વલ ક્રમે રહેલા ખંભાલીયામાં તત્કાલીક સમયમાં કોઇ ટેકનીશીયન દ્વારા ઘીના મબલખ ઉત્પાદનનો ધૂપ દિપ સિવાય અન્ય રીતે કઇ રીતે ઉપયોગ કરી શકાય એવા ચિતન સાથે ભેંસના ચોખ્ખા ઘીને વાસણમાં ખુબ ખૂબ લપેટવામાં આવે છે અને ખુબ જ ચીકણુ બનાવવામાં આવે છે
બાદ ઘીને ગરમ કરવામાં આવે છે ગરમ થયેલ ઘીને પાણી ભરેલ ચોકીમાં ઢાલવામાં આવે છે જે પાણીમાં પ્રસરવાથી પાણીમાં મિકસ થઇ જવું કે તળીયે બેસી જતુ નથી પરંતુ પાણીની સપાટીમાં પ્લેટ માફક ગોઠવાઇ જાય છે જે પ્લેટમાં કોતરણી કરવી અબરખ ચિપકાવી પેઇન્ટીંગ કરી બંગલાઓ પ્રતિમાઓ બનાવવામાં આવે છે. આ પ્રમાણે વિવિધ કૃતિઓનેુ જે તે પ્રસંગો મુજબ ગોઠવી ઘીની મહાપૂજા ભરવામાં આવે છે.
જે માત્ર શ્રાવણ માસના પ્રત્યેક સોમવાર તેમજ સાતમ આઠમ નવમી અમાવાચ્યા ગણપતિચોથ વિગેરે ધાર્મિક તહેવારો સહીત અગિયાર વખત ઘીની મહાપૂજા ભરવામાં આવે છે. આવી મહાપૂજા અહિના ખામનાથ મંદિર, રામનાથ મંદિર, પાળેશ્ર્વર મંદિર તથા શરણેશ્ર્વર મંદિરમાં ગોઠવવામાં આવે છે.પીગળવાનો ગુણધર્મ ધરાવતા ઘીને એ કક્ષા એ ચિકાસ વારુ બનાવવામાં આવે છે કે મહાપૂજા દરમ્યાન જે રોશની પ્રગટાવવામાં આવે છે જે વધુ ગરમી આપતી હોય છે છતાં પણ ઘી બિલકુલ પીગળતું નથી.
શ્રાવણ માસના ભીના ભીના વાતાવરણ વચ્ચે નવપલ્લિત ઝાડપાન ની સુંદરતા વચ્ચે ગોઠવવામાં આવતા ઘીનો પ્રતિમા રાખી જે સેટ તૈયાર કરવામાં આવે છે જે કૈલાસ ને અનુભૂતિ કરાવે છે જેને નિહાળવા માટે ભકતો દૂર દૂરથી આવે છે. શ્રાવણ માસમાં આ અલભ્ય મહાપૂજાના દર્શન કરવા માટે લોકોની ભીડ જામે છે