એકટીવ પેનલના ૧૬ અને નવસર્જન પેનલના ૮ સભ્યો મળી ૨૪ સભ્યોની કારોબારી સમિતિ: ચેમ્બરમાં ઈલેકશનને બદલે સિલેકશનને પ્રાધાન્ય
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની આગામી ૨૯મીએ યોજાનારી ચૂંટણી હવે નહીં યોજાય. ચેમ્બરની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી પડી જતા ગઈકાલે સમીર શાહની એકટીવ પેનલ અને અદાણી જીતેન્દ્રભાઈની નવસર્જન પેનલ વચ્ચે સમાધાન ઈ જતા ચૂંટણી ન યોજવાની પરિસ્િિત સર્જાઈ છે.
સૌરાષ્ટ્ર કચ્છની ૬૦ વર્ષ જુની પ્રતિષ્ઠીત મહાજન સંસ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સમીર શાહની એકટીવ પેનલ અને જૈન શ્રેષ્ઠી ઉપેનભાઈ મોદી અને જીતેન્દ્રભાઈ અદાણી સહિતના પ્રતિષ્ઠીત વેપારીઓ અને ઉદ્યોગપતિઓની નવસર્જન પેનલ સામસામે મેદાનમાં ઉતરી હતી અને લગભગ ચૂંટણી જંગ નિશ્ર્ચિત માનવામાં આવતો હતો. પરંતુ ચેમ્બરના હોદ્દેદારો અને વડીલોની મધ્યસ્ીી ગઈકાલે બન્ને પેનલો વચ્ચે સમાધાન ઈ ગયું છે.
આજે સાંજ સુધીમાં ચૂંટણી ફોર્મ પરત ફેંચાશે તો મોટેભાગે ચૂંટણી યોજવામાં નહીં આવે. કારોબારી સમીતીના બન્ને પેનલોમાંી ૨૪ ઉમેદવારો નક્કી ઈ ગયા છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ સાંજે આ તમામ કારોબારી સભ્યોના નામો સત્તાવાર જાહેર કરવામાં આવશે. ચૂંટણીને લઈને વેપારી આગેવાનો અને ધાર્મિક સંસના ટોચના આગેવાનોએ મધ્યસ્ી બનીને બન્ને પેનલો વચ્ચે સમાધાન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
એકટીવ પેનલના પ્રણેતા સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ લોકશાહીની વરેલી સંસ છે. ગઈકાલે બન્ને પેનલ વચ્ચે સમાધાન ઈ ગયું છે અને ચૂંટણી પણ સમરસ શે તે નિશ્ર્ચીત છે. એકટીવ પેનલના ૧૬ અને નવસર્જન પેનલના ૮ સભ્યો મળીને કુલ ૨૪ સભ્યોની કારોબારી સમીતી બનશે. આજે સાંજ સુધીમાં ૨૪ કારોબારી સભ્યોના નામની પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. જો અપક્ષના ઉમેદવારો ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ચૂંટણી યોજાશે પરંતુ તેની શકયતા નહીંવત જોવા મળી રહી છે.
ચેમ્બરના નવા પ્રમુખ કોણ બનશે?
ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી મહદઅંશે ટળી છે. બન્ને પેનલો વચ્ચે સમાધાન ઈ ગયા બાદ એકટીવ પેનલના ૧૬ અને નવસર્જન પેનલના ૮ સભ્યો મળી કુલ ૨૪ સભ્યોની કારોબારી સમીતી બનશે. હવે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની નિમણૂંકની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે સમીર શાહ બાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કોણ હશે ? નવા પ્રમુખ એકટીવ પેનલના હશે કે નવસર્જન પેનલના તે વાતે પણ ચર્ચા જગ
કારોબારી સમિતિના સભ્યો
કિશોરભાઈ વઘાસીયા, ર્પા ગણાત્રા, વી.પી. વૈશ્ર્ણવ, અશોકભાઈ ટીલવા, પ્રણયભાઈ શાહ, ડાયાલાલ કેસરીયા, શિવલાલભાઈ પટેલ, શ્યામભાઈ શાહ, ગૌતમભાઈ બારસીયા, કિશોરભાઈ ટીલાળા, ગૌતમભાઈ ધમસાણીયા, કિશોરભાઈ ‚પાપરા, અ‚ણભાઈ મશ‚, ધીરેનભાઈ સંખાવરા, હસમુખરાય ભગદે, જીતુભાઈ અદાણી, ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ આદ્રોજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભગવાનજીભાઈ વાડોદરીયા, દેવેન્દ્રભાઈ પતાણી, વિજયભાઈ દોશી, શૈલેશભાઈ રામાણી, ઉત્સવ દોશી